________________ 598 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પુરૂષને ચંચલ, અસ્થિર અને કામદેવને ન ચડાવનાર હોવાથી સર્વથા છેડી દેવું જોઈએ. કેમ કે નિમિત્તની પ્રાપ્તિ થાય કે ન થાય તે પણ કઈક સમયે સર્વથી તે કઈક સમયે દેશથી પણ જોખમ રૂપ બને છે. માટે મુનિરાએ રાગપૂર્વક સ્ત્રીઓનું રૂપ વગેરે જોવાનું જે રીતે પણ બને તે રીતે પ્રયત્નપૂર્વક છેડી દેવું જોઈએ. (4) પૂર્વ કીડિત સ્મરણ વિરતિ નામે થી ભાવના .... દીક્ષા લીધા પહેલા ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓ સાથે કરેલા વિલાસ, કીડાઓ, ચેષ્ટાઓ, કે સંગ આદિને તથા સાળા સાળીઓ કે મિત્ર સાથે કરેલી શૃંગારરસથી પૂર્ણ મશ્કરીઓ, પાડેલી તાળીઓ, નચાવેલી આંખો, તેના ઈશારાઓ અથવા બીજા પ્રકારે પણ થયેલા બ્રહ્મચર્ય ભંગના પ્રકરણને મુનિઓએ યાદ કરવા ન જોઈએ. કેમ કે પૂર્વરત કે પૂર્વકીડિત યાદ આવતાં જ ચિત્તમાં ચંચલતા, હદયમાં અસ્થિરતા, મસ્તિષ્કમાં રસિકતાને પ્રાદુર્ભાવ થતાં જ ગુરૂઓની લજજા, વડિલેનું બહુમાન, દેવેની શ્રદ્ધા, ધર્મની આરાધના, ક્રિયા એમાં શિથિલતા આવશે અને છેવટે દેશથી પણ સંયમભ્રષ્ટતા ભાગ્યમાં રહેશે. તથા મેળામાં, ખેલ તમાશામાં, મદનત્રયેાદશી કે બીજા તહેવારમાં કે ગમે તે સ્થાનમાં કે ગમે તે નિમિ. તોમાં, જોયેલી મદમાતી અને પૂર્ણ શ્રૃંગાર કરેલી તથા હાવભાવ, વિલાસ અને વિક્ષેપથી શેભતી સ્ત્રીઓની સાથે અનુભવ કરેલા વિલાસને, મજશેખને, સ્થાન કે વેષ પરિ ધાનને, સુગન્ધિત અત્તર-પુષ્પાદિના લેવડદેવડને મુનિએ