________________ 596 9 શ્રી પ્રશ્નવ્યાકરનું સૂત્ર (2) સ્ત્રી કથાને ત્યાગ રૂપ બીજી ભાવના કુશીલતાના કુસંસ્કારને છોડ્યા વિના સુશીલતાના સત્સંસ્કાર પ્રાપ્ત કરવા મુશ્કેલ છે. તેમ છતાં પૂર્વભવને પુણ્યદયે કે સદ્દગુરૂઓના સહવાસે ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ ગઈ હોય તે તેના મૂળ સ્વરૂપ બ્રહ્મચર્યવ્રતને ટકાવવા માટે સ્ત્રી કથાના ત્યાગમાં જ મન અને આત્મા દઢ બનવા પામશે તે વિના ભવભવાન્તરના પાપસંસ્કારેને મર્યાદિત કરવા અશક્ય છે. સ્ત્રી કથા એટલે કે તેમની વચ્ચે બેસીને ચિત્ર-વિચિત્ર, હાસ્ય કે મહજનક કથા, વાત ટચુકડા કહેવાની વૃત્તિ બ્રહ્મચારીઓએ છેડી દેવી જોઈએ. જેમ કે જે કથાઓથી જુવાન સ્ત્રીઓને ઉત્પન્ન થયેલા તેવા પ્રકારના મેહજન્ય ગર્વના અતિરેકથી શૃંગારરસ સિવાય બીજાને અનાદર કરતી થાય અને તેની પૂરતી કરવા માટે પિતાનું જીવન વિલાસમય બનાવે, વિલાસ અર્થાત્ સ્થાન–આસન, ચાલ, હાથની આંગળીઓના ઈશારા, આંખનું નૃત્ય અને ભ્રકુટીમાં માદકતા એટલે શૃંગારરસ ભડકે બળવા માંડે તે રીતે મુનિઓએ કથા કહેવી ન જોઈએ. કેમ કે તેમની વિલાસી ચેષ્ટાઓ જોઈને મુનિને રાગ થવાથી શિયળ પાલનમાં વિદને આવ્યા વિના રહેતા નથી. જુવાન સ્ત્રીઓ કે કન્યાઓને વ્યાખ્યાનમાં હસવું આવે તેવી મેહને ઉત્પન્ન કરાવવામાં માતૃતુલ્ય શૃંગારની કથા કે ચેષ્ટાઓ પણ કરવી નહિ. નવા પરણેલા વરવધૂને લગતી કથા પણ કરવી નહિ. અમુક સ્ત્રીએ સારી અથવા તેના કાન, નાક, આંખે