________________ " શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 595 ખુલી જમીન, ઝરૂખા (અટારી) પડસાલ આદિમાં સ્ત્રીઓ, કન્યાઓ, બેસતી હેય, સુતી હોય, તે સ્થાને તરફ સાધુ પુરૂષેએ નજર પણ કરવી ન જોઈએ, તથા ટેબલ, ખુરશી કે બીજા કેઈપણ સાધન પર ચડીને તે સ્થાને પર દૃષ્ટિ કરવાની છોડી દેવી જોઈએ. મકાનની પાછળ રહેલા સ્ત્રીઓનાં સ્નાનાગાર, વસ્ત્રપરિધાન કે શણગાર કરવાના સ્થળને પણ બ્રહ્મચારીઓએ જેવા નહિ. વેશ્યાઓના સ્થાન તથા જ્યાં બેસીને સ્ત્રીઓ વાત કરતી હોય, ગપ્પાસપા મારતી હોય, આંખોને નચાવતી, તાળીઓ પર તાળીઓ પાડતી હોય, લટકા મટકા કરતી હાસ્યના કુવારા ઉડાડતી હોય, મેહજનક ચેષ્ટાઓ કરતી હોય ઇત્યાદિ સ્થાને પર દષ્ટિ કરવાની પણ છેડી દેવી જોઈએ. તથા જે દાને જોયા પછી બ્રહ્મચારીના મનમાં મેહ જાગે, વાસના જાગે કે આંખમાં ચંચળતા જાગે તેવા દો તથા સ્થાનેને પણ છોડી દેવા જોઈએ. પિતાના વતની રક્ષાને માટે મુનિરાજેએ સદૈવ પાપભીરુ બનીને યતનાપૂર્વક પાપત્પાદક સ્થાનમાં જવું ન જોઈએ. ઉપર્યુક્ત વાતને ધ્યાનમાં રાખીને મુનિરાજેએ જે રીતે પિતાના શિયળની રક્ષા થાય તેવા પવિત્ર સ્થાનમાં રહેવા માટે આગ્રહ રાખે. જે વાત મુનિરાજેને માટે કહી છે અને કહેવામાં આવશે તે સાધ્વીજી મહારાજેને માટે વિપરીત રૂપે સમજવી એટલે પુરૂષના સહવાસથી દૂર રહેવું જોઈએ.