________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 193 તેને સફળીભૂત બનાવવા માટે બ્રહ્મચર્યવ્રત જ શિરોમણિ સમાન છે. આ વ્રત યદિ સુરક્ષિત ન રહી શકયું કે જબરદસ્ત પુરૂષાર્થ શક્તિવડે તેનું રક્ષણ કરવાની વૃત્તિ તથા પ્રવૃત્તિને સ્વીકારવામાં ન આવે તે ગમે ત્યારે અને ગમે તે માગે પણ બ્રહ્મચર્યધર્મથી ચલાયમાન થયા વિના છુટકે નથી. જીવનના અણુઅણુમાં કે લેહીના બુંદ બુંદમાં બ્રહ્મચર્યના સંસ્કાર કરતાં પણ અનંતા જી સાથે સેવેલા મૈથુનકર્મના સંસ્કાર એટલા બધા ગાઢતમ થઈને પિતાની સત્તા જમાવી બેઠા છે, જેના કારણે ગુરૂકુલવાસ, સ્વાધ્યાય તેપ અને ધ્યાનની કમજોરી થતાં જ આન્તર જીવનમાં મૈથુનની લાલસા ભડકે બળ્યા વિના રહેવાની નથી. તેવી સ્થિતિમાં વ્રતની સાધના કેટલી બધી કષ્ટ સાધ્ય બનતી હશે તે વાતને તેને અનુભવી સાધક જ જાણી શકે છે, આ કારણે જ સૂત્રકાર આર્ય સુધર્માસ્વામીજી પોતે જ બ્રહ્મચર્યધર્મની પાંચ ભાવનાઓને હેતુ સમજાવતાં ફરમાવે છે કે “સાર વિરમUT રિર. વલખzયા,” અર્થાત્ આ પાંચ ભાવનાઓથી-અબ્રહ્મ–મૈથુન અને દુરાચારી ભાવના તથા સજાતીય કે વિજાતીય સંગની ઈચ્છાઓ ઉપર સખ્ત કટેલ આવશે. કેમકે હદયમંદિરમાં કાં તે બ્રહ્મચર્યની ભાવના અથવા મૈથુનભાવના આ બંનેમાંથી એકની પ્રતિષ્ઠા કરાશે. કારણ કે આ બંને ભાવનાઓમાં કરવિર કે હાડવેર હેવાથી બંનેને એક સાથે પિષવાની વૃત્તિ જ અજ્ઞાન છે, મેહ છે કે પાપની ગુલામીને ચમત્કાર છે.