________________ 592 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપરની વાતને તીર્થંકર પરમાત્માઓએ કહી છે જે આ ભવ તથા પરભવને માટે હિતકર છે, શુદ્ધ છે, ન્યાચ્ય છે અને મેક્ષ મેળવવાને માટે સરળ અને સ્વચ્છ માર્ગ છે. બ્રહ્મચર્યને આરાધવા માટે પાંચ ભાવનાઓઃ ભાવના એટલે વાસના, જે પાપની વાસના અને વ્રતની વાસના રૂપે બે પ્રકારની છે. મશ્કરી જાણી બુઝી કે લેભ આદિના કારણે અમુક પાપ સેવાઈ ગયું કે તરત જ જીવતી ડાકણ અથવા રાક્ષસીની જેમ તેની વાસના (માયા–ધારણા) આત્મા પર લાગી જાય છે અને અનિચ્છા હોવા છતાં પણ આંખ-કાન-જીભ કે શરીર ગમે તેવા પવિત્ર સ્થાનમાં પણ શેતાની ચાલાકી કરીને આત્માના પુણ્યોને સમાપ્ત કે પાપમાં પરિવર્તિત કરી દે છે. પછી તે તે વાસના સમયે સમયે મજબુત થતી જાય છે અને આત્માને તેવી રીતે પિતાના વશમાં કરે છે, જેનાથી પરવશ બનેલે આત્મા તેને છેડી શકવા માટે સમર્થ બની શકતું નથી. ત્યારે જ તે કેટલીય ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ આપણું માથા પર પૂર્ણ થઈ ચૂકી છે. ઉચ્ચ સ્થાને પહોંચેલા મુનિઓને કે બીજા સાધકને માટે ભયંકરમાં ભયંકર પાપની વાસના જ નડતર રૂપ બનીને ૧૧માં ગુણસ્થાનકેથી પણ પટકી પાડે છે. તે બીજા સાધકેની વાત જ ક્યાં કરવાની? તેમ છતાં શુક્લપક્ષમાં કે ચરમાવમાં પ્રવેશ પામેલા આત્માને કઈક સમયે પાપની વાસનાના માગેને બંધ કરવાની ભાવના જાગે છે અને તેને અવરોધવા માટે તેના પ્રતિસ્પર્ષિ વ્રતને સ્વીકાર કરે છે, તેમાં સર્વે