________________ 590 19 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરવાં, શરીરને શૃંગારિત કરવું, નખ-કેશ અને વેષને અપટુડેટ બનાવવા, મેહક હાસ્ય, વ્યંગ કે વિકૃત ભાષા બોલવી, નાટક પ્રેક્ષણ, ગીત-સંગીત-વાજિંત્ર-નટ, નૃત્યક, દોરડા પર ખેલનારા, મલ્લુ, વિદૂષક, ઈત્યાદિ કર્મો પ્રત્યે રાગ વધારશે તથા તપ-સંયમ અને બ્રહ્મચર્યને દેશથી કે સર્વથી ઘાત થાય તેવા કાર્યો અપનાવશે. આ રીતે તે સંયમી ક્ષણે ક્ષણે ભાવસંયમથી ભ્રષ્ટ થતે જશે. કારણ કે ઉપરના કારણેને અપનાવવાથી બ્રહ્મચર્યની સુરક્ષા લગભગ અશક્ય છે. બ્રહ્મચર્યધર્મને ફળિત કરવા માટે ક્યો માર્ગ? સૂત્રકાર શ્રી સુધર્માસ્વામી ફરમાવતા કહે છે કે જ્યાં જ્યાં બ્રહ્મચર્ય સુરક્ષિત રહે છે ત્યાં ત્યાં 17 પ્રકારને સંયમ પણ રક્ષિત થશે. જેમ જ બૂસ્વામી મનસા-વચસા અને કાયાથી પણ શિયળવતા હતાં માટે કેવળજ્ઞાનના માલિક બન્યા અને શાલીભદ્રજી અનુત્તર દેવકના સ્વામી બનવા પામ્યા છે. માટે સંયમના સ્થિરીકરણાર્થે બ્રહ્મચર્યધર્મની રક્ષા જ અમેઘ કારણ છે. તેની આરાધના માટે આત્માની પ્રતિક્ષણની જાગૃતિ, મનની સંયમિતતા, ઈદ્રિના વિલાસને સર્વથા ત્યાગ તથા સંસાર અને સંસારવાસીઓ પ્રત્યે સર્વથા ઉદાસીનતાને સ્વીકાર્યા વિના છુટકે નથી. તેના માટે નીચેના નિયમો સ્વીકારવાના અને ચુસ્ત પાળવાના રહેશે. (1) લેચ અને શરીરની અશુચિ સિવાય સ્નાનને સર્વથા ત્યાગ.