________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 589 કે સહકારબળની ખામી હોય ત્યારે તે સાધકને એક તરફથી ભેગેષણ, બીજી તરફથી લેકૅષણ અને ત્રીજી બાજુથી વિષણાનું જેર સતાવશે. પરિણામે શરીરની સુકુમારતા, ઇન્દ્રિયની પિષણતા, ખાનપાનની સુન્દરતા, વ્યવહારની મેહતા અને પરિણામોમાં કમશઃ પ્રત્યક્ષ કે પરોક્ષ શિથિલતાઓથી તે સંયમી આકાન્ત થશે. પ્રારંભમાં જે ગુરૂકુળની શ્રદ્ધા હતી, સ્વાધ્યાયને પ્રેમ હતો, પઠન-પાઠનની લાગણી હતી અને તપાધર્મમાં આસક્તિ હતી, તે બધાય ગુણો (ભાવ સંયમિતતા) ધીમે ધીમે ઘટતાં ઘટતાં કેવળ દ્રવ્ય સંયમ જ તેમની પાસે રહેશે. વડિલેની શરમ તથા ખાનદાનીની લજજામાં પણ ઓટ આવતી જશે. ફળ સ્વરૂપે પાસસ્થા તેમજ સંયમપતિતેને સહવાસ ગમશે અને પાંચે ઈન્દ્રિયેના સુવિષયે તરફનું આકર્ષણ વધવા પામશે. સગાઓને નેહ રાગ, અણગમતા માન સાથે દ્વેષ અને અજ્ઞાન (મેહ)ની માત્રા વધશે. પ્રમાદનું આચરણ વધતાં ગોચરી પાણીને વિવેક પણ ભૂલાઈ જશે. અમુક શ્રીમંતના ઘરની ગોચરી પ્રત્યે માયા વધશે, તેમના ઘરમાં જતા પહેલા શરીરની ટાપટીપ કરશે, તે આ પ્રમાણે-ઘી, તેલ આદિ દ્રવ્યથી માલીશ અને ત્યારપછી સ્નાન, વારંવાર બગલ-માથું, હાથ-પગ અને પોતાના મુખને જોવાની આદત વધશે, પુનઃ પુનઃ વસ્ત્રોને દેવા, હાથ અને પગ દબાવવા, શરીર મર્દન કરાવવું, સુગંધી પદાર્થોનું વિલેપન તથા તેવા પદાર્થોથી વસ્ત્રો પણ સુગંધી બનાવવા, ઓઢવા-પાથરવાના વસ્ત્રોને સુગંધી ધુપવડે વાસિત