________________ 588 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ આ વ્રતમાં અતિચાર લગાડે નહિ. તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસવામીએ ઉપર પ્રમાણે કહ્યું છે. જે પાંચે મહાવ્રતનું મૂળ છે, પવિત્રતમ મુનિરાજેથી સેવિત છે. આ વ્રતના પાલકના જીવનમાંથી વૈર-વિરોધ અને કષાયભાવે પણ નિર્મૂળ થાય છે. કહેવાયું છે કે “બ્રહ્મચર્યના પ્રભાવથી ભયંકર કાળો નાગ પણ પુષ્પમાળા જે થાય છે, વિષને પ્યાલે પણ અમૃત તુલ્ય બને છે, શત્રુઓ મિત્ર સમાન થાય છે. સંસાર સમુદ્રને પાર કરવા માટે આ વ્રત નૌકા (જહાજ) સમાન છે. આવા પવિત્રતમ ધર્મને તીર્થકર પરમાત્માઓએ પિતાના જીવનમાં આરાધે છે અને ત્યારપછી જગતના જીવ માત્રના કલ્યાણ માટે ઉપદેશિત કર્યો છે. દુર્ગતિના દરવાજા બંધ કરવા હોય તે આ વ્રતને આરાધવા માટે સૌ કેઈએ પ્રયત્ન કરે જોઈએ. આ વ્રતના ધારક મુનિરાજેને દેવ-દેવેન્દ્રોચક્રવર્તીએ, વાસુદેવ અને રાજામહારાજાઓ પણ નમસ્કાર કરે છે. ત્રણે લેકમાં ઉત્તમોત્તમ મંગળદાયી છે. અર્થાત્ બ્રહ્મવ્રતધારીને કરેલ નમસ્કાર, તેમનું વૈયાવચ્ચ, સત્કાર–બહુમાન પણ મંગળ કહેવાયું છે. તેથી તેવા મુનિઓને પરાજય દેવે પણ કરી શકતા નથી. છેવટે મેક્ષના સુખને અપાવનાર આ વ્રતના આરાધકે જિનેશ્વર દેવની આજ્ઞાના આરાધક બનવા પામે છે. ભાવ સંયમથી પતિત થવાનાં કારણે ક્યા? ઉત્કૃષ્ટ વૈરાગ્યથી સંયમ સ્વીકાર્યા પછી પણ જીવદલની કમજોરી હેય, આસન્ન ભવ્યતા પાકી ન હૈય, પુરૂષાર્થ બળ