________________ 586 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3) ચન્દ્રકાન્તાદિ -મણિ, પ્રવાલ, પધરાગાદિની ઉત્પત્તિ (ખાણ) ગમે તે હોય, તેમાં સમુદ્રને શ્રેષ્ઠ કહ્યો છે. કેમ કે તેમાંથી નીકળતા મોતી ચમકદાર વધારે હોય છે, તેમ બ્રહ્મચર્યધર્મની હાજરીમાં અહિંસાદિ વ્રત પણ ચમકદાર બન્યા વિના રહેતા નથી. બધી જાતના મણિએમાં વૈકુર્ય મણિની જેમ, આભૂષણોમાં મુગટની જેમ, રંગવાળા કે સફેદ વસ્ત્રોમાં ક્ષૌમયુગલની જેમ, ચન્દનમાં હરિચંદનની જેમ, ઔષધિઓના ઉત્પન્ન થવાના પર્વતેમાં હિમાચલ પર્વતની જેમ, નદીઓમાં સદા નદીની જેમ, સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્રની જેમ, નાના મેટા પર્વતેમાં રૂચક પર્વત જેમ શ્રેષ્ઠ છે, તેવી રીતે બધાય નિયમે, પ્રતિજ્ઞાઓ, આખડીઓ કે વ્રતમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ મનાય છે. વૃક્ષની ચારે તરફ માટીના ક્યારા ગમે તેટલા હોય તે પણ પાળી (પાળ) વિના તેમનાથી વધારે ગરજ સરતી નથી, તેમ બધાય વ્રત રૂપી ક્યારાઓના માટે બ્રહ્મચર્ય પાળની જેમ મનાય છે. હાથીઓમાં ઐરાવત હાથીની જેમ, મૃગાદિ બધાય જાનવરોની વચ્ચે સિંહની જેમ, સુપર્ણ દેવમાં વેણુ દેવની જેમ, કાળાધળા-કાબરચિતરા નાના-મોટા સર્વેમાં ધરણેન્દ્રની જેમ, દેવકોમાં પાંચમા બ્રહ્મલોકની જેમ, સભાઓમાં સુધર્માસભાની જેમ, આયુષ્યની સ્થિતિ (મર્યાદા) માં અનુત્તર વિમાન (લવસત્તમદેવ) નું આયુષ્ય શ્રેષ્ઠ મનાય છે. તેવી રીતે બ્રહ્મચર્ય વ્રતની સ્થિતિ પણ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવી છે. 49, ઉચ્છવાસનું એક લવ થાય છે. અથવા વીહિના તંબ(છોડ)ને એક ઝાટકે કાપતાં જે સમય થાય તેને લવ કહેવાય છે, તેવી