________________ 584 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાડકાઓ તુટવા માંડશે. ગાઉ બે ગાઉ ચાલતા પણ આકાશે તારા દેખાશે. આ પ્રમાણે વીર્યનાશના રોગીના શરીરની દશા થશે. મશીનમાં પીલાતી સેરડીમાંથી રસ નીકળી જતાં તેના કૂચાની કિંમત રહેતી નથી તેમ વીર્યહીન માનવનું શરીર સૌને દયાપાત્ર જેવું લાગશે. - સારાંશ કે તેના શરીરમાં કમશઃ કે એકી સાથે ફીકાશ, સાંધાનો દુઃખાવે, આખામાં ચક્કર, માથાનું દુઃખાવું, લેહીના વિકાર, ફેફસાની કમજોરી હાર્ટએટેક, ભગંદર, બ્લડપ્રેશર, ડાયાબીટીશ, ક્ષય તથા દમને અસહ્ય વ્યાધિ અને છેવટે કેન્સર જેવા અસાધ્ય રોગોથી તેનું સુન્દર શરીર સર્વથા બેડોળ થયા વિના રહેતું નથી. પ્રત્યેક માનવ પિતાના અનુભવેથી જ નિર્ણય કરી શકે છે કે, હસ્તમૈથુનાદિ કે વિજાતીય ભાગીદાર સાથે પણ મર્યાદાતીત વીર્યની ખલનાના પરિણામે વૃદ્ધાવસ્થામાં કેવા પરિણામે ભાગ્યમાં રહે છે. વિધવા બનનારી કે વિધુર બનેલાની ગુપ્ત વાતે દુનિયાભરને કોઈ પણ માનવ ભલે જાણી શકો નથી તે પણ વિધવા બનેલી નારી જાણે છે કે ન કરવાની ભૂલે મેં કેવી રીતે કરી છે, તેમ વિધુર બનનારે પણ જાણે છે કે મારા અતિશય મૈથુનકર્મના પાપે મારી પત્ની મૃત્યુ પામી છે. આ પ્રમાણે માંડેલા ગૃહસ્થાશ્રમની બાજી ખેલા ખતમ થયા પછી આંખમાંથી પાણી ટપકવાનું શેષ રહે છે. પરમદયાળુ પરમાત્મા ફરમાવે છે કે, બ્રહ્મચર્યને નાશ કરે તે આત્માના નાશ તુલ્ય છે.