________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 183 કે બાલિકા સૌને એટલા માટે જ પ્રિય હોય છે કે તેમનાં શરીરમાં વિર્યને સંગ્રહ સુરક્ષિત હોય છે. પરંતુ જેમ જેમ શરીરના અવયવ વિકસિત થાય છે તેમ તેમ તેમના માતાપિતાના કુસંસ્કારો, ગંદા અને અવળા માગે ચડેલા મિત્રના સહવાસ આદિના કારણે બાકળને પુરૂષ વેદ અને કન્યાને સ્ત્રીવેદની ઉદીરણ કરવાની ઈચ્છા થાય છે, વધે છે અને એક દિવસે શરીરરૂપી મકાનમાં થાંભલાની ઉપમાને ધારણ કરતાં વીર્યથી ખલિત થવાને સમય આવી જાય છે. પછી ચાહે હસ્તમૈથુન હોય, સૃષ્ટિ વિરૂદ્ધ હોય કે વિજાતીય ભાગીદાર હોય તેના માધ્યમથી માનવનું મન કમજોર થશે અને વીર્ય ખલનાને મહાભયંકર રોગ તેને લાગુ પડ્યા વિના રહેવાને નથી. ફળ સ્વરૂપે શરીરનું આકર્ષણ, ચામડી અને ચહેરાની સુન્દરતા, શરીરના બાંધાની દઢતા, સ્મરણશક્તિ, ધીરતા, ગંભીરતા અને શરીરનું ચૈતન્ય ધીમે ધીમે ઘટતું જશે અને આળસુપણું વધશે. સાંધાઓ, સાથળે અને પગની પિંડીઓ વાતે વાતે દુઃખવા લાગશે. શિયળવંતની શરીરની ચામડી માંસ સાથે ચેટેલી હોવાથી, 50-60 વર્ષની ઉંમરે પણ કયાંય કરચલી પડતી દેખાતી નથી. જ્યારે વીર્યનાશની પરંપરા પછી, તે ચામડી માંસથી ધીમે ધીમે છુટી પડે છે અને 30-40 વર્ષે તે શરીર વૃદ્ધાવસ્થાનું રૂપ ધારણ કરે છે. ત્યારે શરીરની ચામડી, માંસલતાને અભાવ, સ્નાયુબદ્ધતામાં કમજોરી, ચાલતા ફરતાં પણ હાડકાને દુઃખાવો અને મજજા (સાંધાઓની વચ્ચે ચીકણે પદાર્થ) માં કમજોરી આવતાં