________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 581 કરે સાધક વિશેષને માટે પણ દુષ્કર બનવા પામે છે અને તેમ થતાં સ્વાધ્યાય બળથી કેળવાયેલા વિનયના સ્થાનમાં અવિનય, સદાચારના સ્થાને દુરાચાર, તપશ્ચર્યાના સ્થાને ભેગલાલસા જીવનના ગુપ્ત કે અગુપ્ત પ્રસંગમાં વધવા પામશે. પરિણામે નિયમ તથા ગુણે એક પછી એક અલવિદા લેવા માંડશે અને છેવટે હાથમાંથી નીચે પડીને ટૂકડે ટૂકડા થયેલા ઘડાની જેમ, દહિં લેવવાની હાંડી ફૂટતાં દહિંની જેમ, પત્થરથી કૂટાયેલા ચણાની જેમ, પેટના આંતરડામાં ઘુસાડેલી વક્ર છરી કે કાતરથી જેમ હાડકા ચુરાઈ જાય છે તેની જેમ, પર્વતના શિખરથી ગબડી પડેલા પત્થરની જેમ, બ્રહ્મચર્યરૂપ કિલ્લાના કાંગરા ધીમે ધીમે ખરતાં ખરતાં, મેહરાજાના સૈનિકેથી ઘેરાયેલા આત્માને અધોગતિ જ ભાગ્યમાં રહેવા પામશે. જેમ કે તૂટેલા ઘડાના શેષ રહેલા ઠીકરા મૂલ્ય વિનાના થાય છે, તેમ બ્રહ્મચર્યથી ખંડિત માણસનું જીવન કેવળ ચામડી અને વાચાલતાથી સારું રહેશે પણ આત્મા ઠીકરા તુલ્ય થતાં તેમના આત્મિક જીવનની કિંમત સમાજ, દેશ કે ધાર્મિક સંપ્રદાયમાંથી નહિવત્ રહેવા પામશે. તૂટેલી હાંડીમાંથી દહિં ઢળાઈ જતાં તેની કિંમત કેડીની પણ ઉપજતી નથી, તેમ ખાવા માટે કે માખણ માટે કામ આવતું નથી તેમ બ્રહ્મચર્યથી ખંડિત માનવનું ઓજ, ચૈતન્ય તથા લાવણ્ય પણ સમાપ્ત થશે. ઘંટીમાં નાખેલા ચણાની જેમ આત્મિક શક્તિઓ પણ ચૂરેચૂરા થઈ જતાં જીવનમાંથી સાત્વિકતાને હાસ થશે અને તામસિકતા તથા આડંબર પ્રિયતા શેષ રહેશે. વાવાઝોડા કે ધરતીકંપથી ભ્રષ્ટ થયેલી પર્વતની શિલાની જેમ વીર્યહીન