________________ 580 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિરતિચારિતા લાવવા માટે જીવનમાં જૂદા જૂદા અભિગ્રહો સ્વીકારવા, તેને નિયમ કહેવાય છે. આ નિયમબદ્ધ આત્મા જ લીધેલી પ્રતિજ્ઞાઓને પાળી શકવા માટે સમર્થ બને છે. (5) ગુણસમૂહ --પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણમાં અવગુણ, અવળચંડાઈ, અસભ્યતા, દાશ્મિકતા આદિને પ્રવેશ કરવા ન દેવે, જેથી ઉંચાઈ પર ચડેલા આત્માને દ્રવ્યથી, ભાવથી કે બંનેથી નીચે ઉતરવાને પ્રસંગ આવવા પામે નહિ. આ પાંચમાં વિનય–સદાચાર–તપ અને નિયમને સમાવેશ ક્રિયામાં થશે, જ્યારે ગુણ સમૂહ જ્ઞાન કહેવાય છે આ બંનેની પ્રાપ્તિ થવામાં આત્માનો અદમ્ય, અથાક અને અવિરત પુરૂષાર્થ જ કામે આવે છે, જે બ્રહ્મચર્યધર્મની સાધનાથી સુસાધ્ય બને છે. - હવે સૂત્રકાર બીજા પ્રકારે ફરમાવે છે કે, જે સાધક પ્રમાદી કે વ્રત પ્રત્યે બેદરકાર બનશે, તેના જીવનમાં પ્રમાદાદિ દુર્ગણે છન્નવેષે એક પછી એક જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સાધકનું આન્તરજીવન શિથિલ બનશે અને એક દિવસે મનથી, વચનથી, કાયાથી, મન-વચનથી, મન-કાયાથી, વચનકાયાથી કે મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું ખંડન કરવાના માગે પ્રસ્થાન કરશે. કેમ કે શિથિલતામાં પણ અજબ ગજબની શક્તિ રહેલી હોવાથી નિમિત્ત કારણેની વિચિત્રતાઓને લઈ કેઈક સમયે હાય-મશ્કરીથી, કેઈક સમયે કુતૂહલથી, કંઈક સમયે સામેવાળાની આંખની શરમથી કે બીજા કોઈ આર્થિક લાલસાના ગમે તે કારણે પ્રવેશ પામેલી શિથિલતાને ત્યાગ