________________ 582 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આત્મા પોતાના ગુણેથી ગબડી પડશે એટલે કે પ્રાપ્ત થયેલા ગુણે તથા તેમને સંગ્રડ, વર્ધન અને સંરક્ષણ કરવાની શક્તિ તેમની પાસે રહેવા પામશે નહિ. મકાનની ભીંતે કે થાંભલાઓ જ્યારે પડવા માંડે છે, ત્યારે તેના ઉપરી ભાગમાં રહેલ કળશ કેવી રીતે સ્થિર રહેશે? તેમ નષ્ટ થયેલા કે કરેલા વીર્યની અસર માનવને લેહી અને જઠરાગ્નિ પર પડતાં ક્રમે કમે તેની માઠી અસર શરીર પર પડે છે. અને મડદાલ થયેલા શરીરમાં આત્મા પણ કમજોર, બુઝદિલ, ભયગ્રસ્ત, બનતાં તેમને દેવદુર્લભ મનુષ્યાવતાર રોગોનું ઘર બનશે. અગ્રભાગથી વર્કશસ્ત્ર માનવને હાડકાને બહાર કાઢ્યા વિના રહેતું નથી, તેમ મૈથુનભાવ-કામાસક્તિ કે દુરાચારી ભાવનાઓ પણ વકશસ્ત્રની જેમ હેવાથી આત્માને ખંડિત-પતિત બનાવીને દુર્ગતિ તરફ પ્રસ્થાન કરાવ્યા વિના રહેવાના નથી. કુષ્ટ, દમ-ક્ષયબ્લડપ્રેશર કે કેન્સર જેવા રોગોથી શરીર અને તેના અવય જેમ લાવણ્ય વિનાના થઈ જાય છે તેમ વીર્યનાશ નામનો રોગ આત્માની શક્તિઓને કદરૂપી, પરદ્રોહાત્મક, હિંસક, બનાવ્યા વિના રહેતું નથી. આ કારણે બ્રહ્મચર્ય વિનાના વિનયાદિ ગુણે પણ ક્રમશઃ નાશ પામે છે. " आकर्षण मनुष्यस्य सौन्दय कायिके बलम् / स्मृति तिस्तथास्फूतिः नश्यन्ते ब्रह्मनाशतः / / 1 / / आलस्यमगजाऽयञ्च शैथिल्य सत्वहीनता। ब्रह्मचर्य न विद्यन्ते दोषा मथुनजातकाः (लेखकीयौ श्लोको) સારાંશ કે માનવ જાતિમાં જન્મ ધારણ કરેલા બાલક