________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 585 બ્રહ્મચર્યધર્મને ઉપમાઓ કેટલી ? મૈિથુન પાપની ભયંકરતા બતાવ્યા પછી, શાસ્ત્રકાર હવે બ્રહ્મચર્યધર્મની મહિમાને લગતી ઉપમાઓ દ્વારા વિષયને ઉદારતાપૂર્વક સ્પષ્ટ કરે છે, તેને આપણે ક્રમશઃ જાણીએ અને હૃદયંગમ કરીને યથાશક્ય, યથા પરિસ્થિતિ ચોથા સંવરધર્મની આરાધના તરફ આગળ વધવાને પ્રયાસ કરીએ. (1) ભગવન્ત–ને અર્થ ટીકાકારે “ભટ્ટારક” કર્યો છે. જે બહુ પૂજનીય વ્યક્તિમાં સાર્થક બને છે. જેમ મેટી શાંતિમાં “અહં ભટ્ટારક ગૃહીત્યા...” દેવ-દાનવ અને માનથી પૂજ્ય અરિહંત પરમાત્માને લઈ ઈન્દ્ર મેરૂપર્વત તરફ પ્રસ્થાન કરે છે. ( આ પ્રમાણે સંપૂર્ણ વ્રતમાં “બ્રહ્મચર્યવ્રત” ભટ્ટારક જેવું છે, કેમ કે આની અણીશુદ્ધ આરાધના જ બધાય તેની આરાધનાનું મૌલિક કારણ છે. (2) સ્વચ્છ –એટલે વાદળાઓ વિનાના આકાશમાં આછા ચમકતા તારાઓ છે. તેનાથી વધારે ચમકતા અશ્વિની આદિ નક્ષત્ર છે. તેને વધારે ચમકતાં મંગળ-બુધ-ગુરૂશુક્ર અને શનિ આદિ ગ્રહે છે, જ્યારે ચન્દ્રને ઉડુપતિ કહેવાય છે, કેમ કે સેળે કળાએ ખીલેલા ચન્દ્રની આગળ રહાદિ નિસ્તેજ બને છે. તેવી રીતે બ્રહ્મચર્યધર્મને યદિ શરીર-મન અને આત્માના અણુઅણુમાં પ્રવેશ કરાવી દેવામાં આવે તે અહિંસાદિ વ્રતને હાજર થયા વિના બીજો માર્ગ નથી.