________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 579 પ્રતિપ્રદેશ પર લાગેલા, મજબુત કરેલા, માયાના કુસંસ્કારોને નાબૂદ કરાવે, ઢીલા કરાવે, ખપાવી નખાવે તથા નવા કુસંસ્કારેના દ્વાર બંધ કરાવે તેને વિનય કહેવાય છે, જેની પ્રાપ્તિ સદ્દગુરૂઓના સંસર્ગથી, તેમની વૈયાવચ્ચથી, અરિહંત પરમાત્માઓની મૂર્તિઓના દર્શન-પૂજન તથા દ્રવ્ય અને ભાવભક્તિ વિશેષથી, વ્યાખ્યાનેથી, વાંચનથી પ્રાપ્ત થયેલી આત્માની સરળતાને વિનય કહેવાય છે. અનાદિકાળથી પરિ. ભ્રમણ કરનારા આત્માને કેઈક જ ભવમાં રાધાવેધની સમાન તે વિનયની પ્રાપ્તિ થાય છે, જે મોક્ષપ્રાપ્તિનું આદ્ય સોપાન છે. (2) શીલઃ-લોક, વડિલ, સમાજ, ધર્મગુરૂ, વિદ્યાગુરૂ, ખાનદાની અને ભણતરના કારણે આત્મિક જીવનમાં ઉત્પન્ન થયેલી લજજા વડે માનવને સદાચાર–સપ્રવૃત્તિ અને સદ્વ્યવહારની પ્રાપ્તિ થાય છે, કેઈક ભાગ્યશાળીને પૂર્વભવીય સત્સંસ્કારોના કારણે પણ લઘુ વયથી સદાચારના સંસ્કારની પ્રાપ્તિ થતાં, તેના જીવનમાં આ ગુણ જેમ જેમ વિકસિત થાય છે તેમ તેમ સૌને માટે આદરણીય થાય છે, માટે માનવ માત્રનું ભૂષણ સદાચાર છે. (3) તપ-અનાદિકાળના કુસંસ્કારના કારણે વિકૃત બનેલા આત્માને, મનને, બુદ્ધિને, ઇન્દ્રિયને તથા શરીરની સાતે ધાતુઓને તપાવી નાખે તે તપ કહેવાય છે. જેની પ્રાપ્તિ થતાં સાધકની ભૌષણ ઉપર સંયમનું સામ્રાજ્ય સ્થપાય છે. (4) નિયમ–ઉપર બતાવેલા વિનય–સદાચાર અને તપશ્ચર્યાને ટકાવી રાખવા માટે, તેમનામાં શુદ્ધતા અને