________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : પ૭૫ ત્યાગ કરી GoD ગેડ બનવા માટે પણ વાકપટુતા, વાચાળતા કે કોરા સિદ્ધાંતવાદો કામે નથી આવતા પરંતુ બ્રહ્મચર્યધર્મની શુદ્ધ કે શુભભાવે કરેલી આરાધના જ કામે આવશે. એકેય મંત્ર-તંત્ર, રૂદ્રાક્ષમાળા, ટીલા-ટપકા કે ઉંધા માથે લટકવાથી પણ આત્મા પરમાત્મા બનવાને નથી. આત્મામાં રમણતા કરવી તે કેવળ પોથીઓના પાઠ કરવાથી કે ચર્ચા–વિતંડાવાદ અને શાસ્ત્રોની પંક્તિઓને રટવા માત્રથી બની શકે તેમ નથી, પરંતુ આમાં માત્ર ચૈતન્ય સમ્પન્ન હોવાથી તેને ચૈતન્યની આરાધના જ કામે લાગશે. બ્રહ્મચર્યધર્મ આત્માને ગુણ હોવાથી તેનું આચરણ જ આત્મામાં રમણતા, સ્વાધ્યાયમાં લીનતા, ધ્યાનમાં મગ્નતા, કાર્યોત્સર્ગમાં દઢતા, સામાયિકમાં સ્થિરતા, ચતુવિંશતિસ્તવમાં એકરસતા, ગુરૂવંદનમાં શ્રદ્ધાળુતા, અને છેવટે પ્રત્યાખ્યાન (વિરતિ)માં પરિપક્વતા પ્રાપ્ત કરાવશે. કેમ કે બ્રહ્મચર્યની સાધના જ ચૈતન્યની સાધના છે, જે દેવલેકાદિના પૌગલિક સુખ કરતાં પણ અનંતગુણ વધારે સુખ-શાન્તિ અને સમાધિને દેનાર છે. આનાથી રજનીશજીનું ભેગમાંથી મુક્તિ” એટલે કે સ્ત્રીસંભેગના સમયે વીર્યખલન જેમ જેમ મોડું થશે તેમ તેમ મુક્તિને રસાનુભવ થશે. આ કથન સર્વથા મૂખતાભર્યું અને યુવાધનને અવળે માર્ગે લઈ જનારું હોવાથી તથા આત્મા-પરમાત્મા-મહાવીર-ગીતાઉપનિષદ્ આદિ શાસ્ત્રોને દ્રોહ કરનાર હોવાથી ત્યાજ્ય છે. - જબ્બરદસ્ત આત્મિક પુરૂષાર્થ વડે પ્રાપ્ત થયેલી આત્મિકશક્તિનું નિવર્તન-નિર્ગમન ન થવા પામે તેને અનિવૃતિકરણ