________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 573 લાગે છે, પરંતુ તેની સુન્દરતા અને આદેયતા, સુન્દર અને મજબુત પાળ વડે જ છે, તેવી રીતે જીવમાત્રને આધ્યાત્મિક સુખ દેનાર ધર્મ અને ધાર્મિકતા છે. જેની પ્રાપ્તિ, બ્રહ્મચર્ય વિના શક્ય નથી અને બ્રહ્મચર્યની સુરક્ષા નવ વાડોને જ આભારી છે. માટે સર્વે આત્મિકધર્મોની પાળ જેવું બ્રહ્મચર્યવ્રત છે. સારંશ કે પાળથી જેમ સરોવર સુરક્ષિત છે તેમ અહિંસા, સત્ય, અચોર્ય આદિ ધર્મો બ્રહ્મચર્યથી સુસાધ્ય છે. બળદ ગાડાના પૈડાની વચ્ચે જેમ લેખંડની ધરી હોય છે, જેથી પડા અને ગાડાને હાનિ થતી નથી તેમ મુનિ ધર્મના ગુણોને ધારી રાખનાર બ્રહ્મચર્ય ધર્મ છે, મતલબ કે બ્રહ્મચારી સાધક જ કોધ કષાયને શમક, હૈયાને સરળ અને પવિત્ર બને છે. આન્તર પરિગ્રડને ત્યાગી, તપાધર્મને સાધક, સંયમને પાલક અને ગુરૂકુળને ઉપાસક બનવામાં તેને ક્યાંયથી પણ વધે આવતું નથી. પિતાની શાખાઓથી વડવૃક્ષ પિતાના આશ્રિતને જેમ સુખપ્રદ બને છે, તેમ ધર્મની જેટલી શાખાઓ છે તે બ્રહ્મચર્યવ્રત પર આધારિત છે. શહેર–નગર આદિ જેમ ચારે તરફ કિલ્લો, દ્વાર અને અર્ગલા વડે સુરક્ષિત હોય છે તેમ ધર્મ નામના મહાનગરની રક્ષા બ્રહ્મચર્ય વડે જ સુરક્ષિત રહી શકે છે. મહામહેન્સવમાં આગળ ચાલનાર ઈન્દ્રધ્વજ જેમ દેરડાવડે સુરક્ષિત અને શોભિત બને છે, તેમ બાકીના બધાય વ્રતને એક દોરડામાં બાંધી રાખનાર બ્રહ્મચર્યવ્રત છે. આ રીતે જે સાધક પાસે એક જ બ્રહ્મચર્યધર્મ સુરક્ષિત હંશે તેના બધાયે ગુણે ઉત્તરોત્તર શુદ્ધતમ બનવા પામે છે.