________________ પ૭૨ 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત બનવા પામે છે જે સાધનામાં ધ્યાતા અને ધ્યેયની એકરસતાને પુટ લાગે છે, તેવું ઉત્કૃષ્ટ ધ્યાનરૂપી કબાટ (બારણું) જે ઘણું સુકૃત્યથી વિરચિત છે તેની રક્ષાને માટે બ્રહ્મચર્યધર્મ અર્ગલા (ભુંગળ) સમાન છે. જેવી રીતે અર્ગલાથી દ્વાર મજબુત બને છે અને મકાન પણ સુરક્ષિત રહે છે તેવી રીતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનમાં એકાગ્રતા લાવનાર બ્રહ્મચર્યની સાધના સિવાય બીજું એ કેય અનુષ્ઠાન કામે આવતું નથી બ્રહ્મચારીના મનમાં ચંચલતા, અસમાધિતા, અને અસ્થિરતા આદિને નાશ થયેલ હોવાથી સ્વસ્થ ચિત્ત બનેલા તે સાધકનું વચન અને શરીર પણ સ્વસ્થ એટલે આત્માને આધીન બન્યા વિના રહેતા નથી જે સમ્યફચારિત્ર જ કહેવાય છે. નરકગતિ અને તિર્યંચગતિનું દ્વાર બંધ કરવા માટે તથા મનુષ્ય અને દેવગતિના દ્વાર ઉઘાટિત કરવા માટે બ્રહ્મચર્ય ધર્મની સાધના જ ઉત્તમત્તમ સાધના છે. સમ્યફચારિત્ર વિનાને દેવદાનવ ઇન્દ્રોને માટે અત્યંત દુષ્કર બ્રહ્મચર્યધર્મ છે માટે કેન્દ્રમધર્મમાં બ્રહ્મચર્ય જ સર્વશ્રેષ્ઠ કહેવાયું છે. શાસ્ત્રોક્ત વચન છે કે દેવ-દાનવગન્ધર્વ–પક્ષ-રાક્ષસ-કિન્નર વગેરે દેવે પણ બ્રહ્મચારીને નમન કરે છે. તથા બીજા માનવેને માટે સર્વથા દુષ્કર હોવાથી સમ્યગુદષ્ટિસમ્પન્ન માનવે જ આ વ્રતની આરાધના કરવા સમર્થ બને છે. બ્રહ્મચર્યધર્મની સર્વ શ્રેષ્ઠતા - જૂદા જૂદા રંગેના કમળવડે શોભિત સરોવર અને તળાવ, જેમ સૌને સુખદ, પ્રમોદ કરાવનાર અને મનેહર