________________ પ૭૪ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બ્રહ્મચર્યવ્રતની આરાધના જ સર્વ શ્રેષ્ટ કેવી રીતે? દ્રવ્ય પ્રાપ્તિ, રૂપ પ્રાપ્તિ શારીરિક શક્તિ પ્રાપ્તિ, કીર્તિ કે યશની પ્રાપ્તિ, છેવટે ઉત્તમ જાતિ, ખાનદાન, કે માતાપિતાની પ્રાપ્તિમાં પૂર્વનું પુણ્યકર્મ જ કામ કરી રહ્યું હોય છે, એટલે કે આત્માથી પર ભૌતિકવાદના ભગવટાના બધાય સાધને પુણ્યાધિન છે. જ્યારે સર્વાશે કે અલ્પાંશે બ્રહ્મચર્યધર્મની આરાધનામાં પુણ્યબળ કામે નથી આવતું પરતુ જાગૃત આત્માની સંયમવૃત્તિ અને પ્રવૃત્તિ જ મુખ્ય કામ કરી રહી હોય છે. તે માટે સારા કે નરસા, ગમતા કે અણગમતા ભૌતિકપદાર્થોને મનસા-વચા અને કાયાથી ત્યાગ કરે સર્વથા અનિવાર્ય છે. તેને સરળાર્થ એ છે કે જે શબ્દો, ગધે, રસો અને સ્પર્શેથી માનવને આત્મા, મન, બુદ્ધિ, ઇન્દ્રિ કે શરીર મદાન્ય બનવા પામે તે સહવાસ અને ભેગવટામાં અત્યાસક્તિને ત્યાગ કરે તે બ્રહ્મચર્યની સાધના છે. બ્રહ્મને અર્થ આત્મા થાય છે, જે અનાદિકાળથી ભૌતિકવાદ, પૌગલિકવાદને કીડ બનીને વેગ કે ગની સાધનાથી ભ્રષ્ટ થયેલે છે, માટે બ્રહ્મચર્યની ભાવનાને આચરણમાં લાવ્યા વિના, કેળવ્યા વિના કે તેની ભાવના રાખ્યા વિના અથવા બ્રહ્મચારી પુરૂને સહવાસ કર્યા વિના બ્રહ્મની આરાધના શક્ય બનતી નથી. અનાદિકાળથી પરપદાર્થોમાં રસમગ્ન બનેલા આત્માને ઓળખવા માટે, તેને પ્રાપ્ત કરવા માટે અથવા આત્મામાંથી પરમાત્મા, જીવમાંથી શિવ, નરમાંથી નારાયણ, ખુદમાં ખુદા અને છેવટે Doo ડેગ એટલે કૂતરાડાઓને