________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 565 પ્રકૃતિના ઉદયકાળના સમયે પૌગલિક સુખમાં ર પચ્ચે અને તેના ભેગવટામાંથી ઉત્પન્ન થયેલા રેગ-શેક-હાડમારી, જુદી જુદી બિમારીઓ અને છેવટે દુર્ગતિના અસહ્ય દુદબેને ભોગવતાં આ જીવાત્માના માથા પરથી અનંત કાળચક્ર પૂર્ણ થવા પામ્યા છે. ભવિતવ્યતાના ગે કેઈક સમયે માનવજીવનમાં સંસારની અમુક પરિસ્થિતિઓમાંથી કંટાળી ગયેલા જીવ જ્યારે બ્રહ્મચારી સદ્દગુરૂઓના સહવાસથી સન્માર્ગે આવે છે ત્યારે તેમનું માનસિક જીવન જાગૃત બને છે, જે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા માટે પ્રથમ સોપાન છે. તેમાંથી સમ્યજ્ઞાનની પ્રાદુર્ભુતિ થતાં સમ્યફચારિત્ર તરફ તેનું પ્રસ્થાન થાય છે અને તેમ થતાં પિતાના દુઃખેનું, પાપનું, ભૂલનું અને અપરાધેનું જ આ ફળાદેશ છે તેમ સમજવામાં આવતાં જ જીવની દિશા બદલાય છે અને સંપૂર્ણ સચ્ચરિત્રનું મૂળ બ્રહ્મચર્યવ્રત છે તેની સમજ આવે છે. ત્યાર પછી તેના સ્વીકાર માટે અણશુદ્ધ અથવા મર્યાદિત–સંયમિત તેની આરાધના કરવાના ભાવ જાગે છે અને ત્યાર પછી જીવનનું ઉર્ધ્વીકરણ સરળ અને સફળ બનવા પામે છે. આ બ્રહ્મવ્રત કેવું છે? તેનું સ્વરૂપ શું છે? વિશેષપદને ભાવવા માટે, તેને ઠીક ઠીક સમજવા માટે તથા તેનું માહાભ્ય અને રહસ્ય જાણવા માટે વિશેષણ પદે જ વધારે મહત્વના છે. કેમ કે સંઘ કે સમાજ એક જ વ્યક્તિને હેતે નથી, પણ અનેકાનેક માનવેને હોય છે.