________________ પ૬૪ * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપર પ્રમાણે અદત્તાદાન વિરમણરૂપ સંવરને સારી રીતે પાળવું. મન-વચન અને કાયાથી સુરક્ષિત વ્રત મુનિઓને આશ્રવ માર્ગને ત્યાગ કરાવી સંવર ધર્મમાં સ્થિર કરશે. આ વાત જ્ઞાનન્દન ભગવાન મહાવીરસ્વામીએ કહી છે. ક ત્રીજું સંવર દ્વાર પૂર્ણ પર ચેથું સંવર દ્વાર: આના પહેલા ત્રીજા સંવર દ્વારમાં અદત્તાદાન વિરમણ વ્રતની વિવેચના તેના ફાયદાઓ અને તેની આરાધનાથી આત્મિક જીવનની ઉત્કાન્તિને કહી લીધા પછી કમ પ્રાપ્ત ચોથા સંવર દ્વારના વિવેચન માટે આર્ય સુધર્માસ્વામીએ કહ્યું કે હે જબૂ! મૈથુનવિરમણપૂર્વક આ બ્રહ્મચર્ય વ્રત વ્યક્તિત્વનું સર્વાગીણ કલ્યાણ કરાવનાર, સામાજિક જીવનમાં સુખ-શાંતિ અને સમાધિને અપાવનાર, ધાર્મિક જીવનમાં સંયમની આખરી સીમાને પ્રાપ્ત કરાવનાર અને દેશમાંથી દુઃખ, દારિદ્રય, વ્યાધિ અને વૈર–વિધ તથા ક્રોધાદિ કષાયને અંતિમ શ્વાસમાં લાવી મૂકાવનાર માટે સર્વમાન્ય, સર્વ શ્રેષ્ઠ આ વ્રતને માટે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ જે કહ્યું હતું તે તને અક્ષરશઃ કહીશ, તે તું સાવધાનીપૂર્વક સાંભળજે. અનાદિ કાળથી આ જીવાત્મા પુદ્ગલાનંદી, પુદ્ગલસગી અને પુદ્ગલસેવી રહેલે હોવાથી તેને સંસાર ટૂંકો થઈ શક્યો નથી. ચારે ગતિઓના માનસિક, આધ્યાત્મિક અને વ્યાવહારિક ત્રાસમાંથી મુક્ત થયેલ નથી. માટે જ પુણ્ય