________________ પ૬૬ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેઓ જાડી તથા પાતળી બુદ્ધિવાળા હેવાથી કઈક શીઘ્રતાથી અને કેઈકવાર લગાડ્યા પછી સમજે છે. માટે ભાવદયાના માલિક તીર્થંકર પરમાત્માએ એક જ વાતને જુદા જુદા શબ્દોથી વિશેષિત કરે છે. જેથી બ્રહ્મચર્યને અર્થ સમજવાને માટે કેઈને પણ વધે આવતે નથી શારીરિક કે વ્યાવહારિક ગુણે તે સ્વાર્થવશ પણ પ્રાપ્ત કરી શકીએ કે ટકાવી શકીએ છીએ, પણ આત્મિક ગુણો તે પુરૂષાર્થ વિશેષથી જ ઉત્પન્ન કરવા પડે છે, ટકાવવા પડે છે. ત્યારે જ આત્મા પોતાની અનંત શક્તિઓ મેળવવાને માટે આગેકૂચ કરે છે અને છેવટે કેવળજ્ઞાનની મર્યાદામાં આવીને તથા તેને મેળવ્યા પછી કૃતકૃત્ય બની જાય છે. બ્રહ્મચર્યધર્મને પ્રાપ્ત કરવામાં, ટકાવવામાં પુરૂષાર્થ જ વિશેષ કામે આવશે. કેમ કે તેના સર્ભાવમાં આત્માના ઉત્તમોત્તમ તપ-નિયમ-જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્યકત્વ અને વિનયાદિ ગુણેની પ્રાપ્તિ થાય છે. (1) તપ –અનશનાદિ બાહ્ય અને પ્રાયશ્ચિતાદિ અભ્ય તર તપે ગુણ. (2) નિયમ-પિડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણે. (3) જ્ઞાન-સમ્યજ્ઞાન તથા જીવાદિ તત્ત્વની સૂક્ષ્મતા જાણવી. (4) દર્શન –સામાન્ય જ્ઞાનની સ્પષ્ટતા. (5) ચારિત્ર –પાપ માર્ગોની સંપૂર્ણ નિવૃત્તિ.