________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 567 (6) સમ્યકત્વ -અનાદિકાળથી આઠ રૂચક પ્રદેશને છોડી બાકી બધાય આત્મ પ્રદેશ પર ગાઢ–તીવ્ર અને દીર્ઘસ્થિતિક સત્તા જમાવીને બેઠેલા મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષયથી, પશમથી કે ઉપશમથી ઉત્પન્ન થયેલે જીવ પરિણામ તે સમ્યકત્વ કહેવાય છે. (7) વિનય બહુમાનપૂર્વક અભ્યત્થાનાદિ ઉપચાર. ઇત્યાદિ આત્મિક ગુણના મૂળમાં, રૂડું રૂપાળું શરીર કે પગલિક પદાર્થો કારણરૂપ બની શકે તેમ નથી. ત્યારે બ્રહ્મચર્યવ્રત જ એક અમેઘ શસ્ત્ર છે. જેનાથી ઉપરના ગુણો પ્રગટે છે અને ટકવા પામે છે. મતલબ કે આઠ પ્રકારના મૈથુનનો ત્યાગ કરી શુદ્ધ ભાવે આરાધિત બ્રહ્મચર્યની હાજરીમાં જ તપગુણાદિની હાજરી હોય છે. જીવનમાં સર્વાશે કે અલ્પેશે સિથત બ્રહ્મચર્ય વડે જ તે ગુણેની ઉત્પત્તિ શાસ્ત્રમાન્ય અને અનુભવગમ્ય છે, માટે જ શાસ્ત્રોમાં કથન છે કે, “સાધક ચાહે કાર્યોત્સર્ગ, યાની, મૌની, વલ્કલ પહેરનારે હિય, યદિ તે પિતાના મનમાં ગુપ્ત અબ્રહ્મસેવી હોય તે સાક્ષાત્ વૃદ્ધ ઉંમરના બ્રહ્માજી હોય તે પણ મને ગમતા નથી.” “હજારે લેકેને ભણનાર હોય, ભણાવનાર હોય તથા આપદુગ્રસ્ત હોય કે રૂપરૂપના અંબારસમી સ્ત્રીઓથી આમંત્રિત હોય તે પણ અકાર્ય (મૈથુન)નું સેવન ન કરે કે ન અભિષે તે સૌને ગમશે.” બ્રહ્મચારી માનવ જ સર્વશ્રેષ્ઠ અહિંસાદિયમોને તથા જુદા જુદા પ્રત્યેના અભિગ્રહરૂપ નિયમને ધારી શકે છે.