________________ 562 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (2) અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણ નામની બીજી ભાવના છે. પહેર-બે પહોર નિદ્રાધીન થવા માટે માધવીલતા કે વન વૃક્ષોથી આચ્છાદિત ઉદ્યાન આદિ સ્થાનમાં પાથરવા માટે ઢંઢણ, કઠિનક, જળાશયમાં થનાર ઘાસ, પરા, મુંજ, સારિકા, કુવિન્દ, લાલ, મેદપાટ દેશમાં થનાર મૂયક, વવજ આદિ તૃણ વિશેષની યાચના કર્યા પછી તેને ઉપયોગ કરવો. સારાંશ કે ઉપાશ્રયને અવગ્રહ માંગતી વખતે ઘાસ આદિને અવગ્રહ પણ માંગી લે જોઈએ. (3) શય્યાપરિકર્મવર્જન-અદત્તાદાન વિરમણ વ્રતની ત્રીજી ભાવના છે. સુવા-બેસવા માટે કામમાં આવનારા પાટપાટલા આદિના કારણે જેન મુનિઓએ વૃક્ષોને કપાવવા નહિ, તેમનું છેદન-ભેદન પણ કરાવવું નહિ. જે મકાનમાં રહે તેને માલિક પાસેથી અથવા બીજા કેઈ ગૃહસ્થ પાસેથી તે વસ્તુઓની માંગણી કરવી અને જે ભૂમિ પર સુવા માટેની આજ્ઞા મળી હોય તે ઉંચી-નીચી હોય તે પણ તેને સરખી ન કરવી. ઠંડીની મોસમમાં પવન વિનાની અને ઉષ્ણતુમાં પવનવાળી જગ્યાની ચાહના ન કરવી. ડાંસ-મચ્છરોથી ક્ષેભ પામ નહિ તેમજ તેમને દૂર કરવા માટે ધૂપ–ધૂમાડે પણ કરાવ નહિ. જેના રક્ષણરૂપ સંયમ અને સંવરની આરાધનાથી સમાધિમય બનેલા મુનિઓ સદૈવ પિતાના ધ્યાનમાં સ્થિર રહેવા માટે પ્રયત્ન કરે. વૃક્ષોનું છેદન-ભેદન પતે કરે નહિ, બીજા પાસે કરાવે નહિ તથા અનુમોદન પણ કરે નહિ. માટે યાચના કરતાં જે વસ્તુ જે રીતે મળી હોય તેને ઉપયોગ કરે.