________________ પ૬૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિમિત્ત બનેલા હોવાથી નિર્દોષ હોય, સ્ત્રી, પશ અને નપુંસકેને વાસ ન હોય, પવિત્ર હોય, આધાકમી એટલે મુનિરાજે માટે જ બનાવેલા ન હોય તેવા સ્થાનમાં મુનિરાએ રહેવું જોઈએ, પરંતુ જ્યાં પાણીના છાંટા નાખ્યા હેય, વધારે પાણી નાખેલ હોય, મુનિઓને અનુલક્ષી કચરો વગેરે તત્કાળમાં જ સાફ કરેલ હય, પુની માળાઓ લટકતી હોય, લીંપણ કરેલી હોય, ચૂના આદિથી સંસ્કારિત હોય, તેવા સ્થાનમાં મુનિઓએ રહેવું જોઈએ નહિ. કપનીય સ્થાનમાં પણ આવગ્રહાદિની રૂચિ રાખીને રહેવું. સારાંશ કે ભવભવાન્તરના સેવેલા, વધારેલા, પુષ્ટ કરેલા, નિકાચિત કરેલા કે અતિનિકાચિત કરેલા કષાયને તથા નેકષાયને કટેલમાં લેવા માટે, વ્રતધારી શ્રાવકો કરતાં પણ મહાવ્રતધારી મુનિરાજે વધારે પુરૂષાર્થ બળી હોય છે. તેમ છતાં પણ ઉપશમિત કરેલે મેહ નામને નટરાજ છળાવેલી હોવાથી ગમે ત્યારે પણ સાધકને અંતેભ્રષ્ટ તતભ્રષ્ટ કરવા માટે સમર્થ છે. અગ્યારમાં ગુણસ્થાનક સુધી પણ આ પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. માટે જ તીર્થંકર પરમાત્માએાએ, જૈન મુનિઓને માટે આરાધનાના માર્ગે કડક બનાવ્યા છે. કેમ કે અનાદિ કાળને જીવ માત્ર મહમી છે, વેદના ઉદયવાળે છે તથા હજી પણ આ કર્મો સત્તામાં પડેલા હોવાથી દબાયેલે નાગ અવસર આવ્યે ફૂંફાડા માર્યા વિના જેમ રહેવાને નથી, તેમ ભેગવેલી માયા ગમે તે નિમિત્તે પણ સાધકને સ્મૃતિમાં આવે તે માટે ઉપશ્રયનું સ્થાન પવિત્ર હોય, ભેગ કર્મની મર્યાદા વિનાના