________________ 558 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉદ્વેગ કે આર્તધ્યાન કરાવનાર, અપરિમિત ભજન કરનાર અને સદેવ કે આદિ કષાયમાં ધમધમતે મુનિ ત્રીજા વ્રતને વિરાધક બને છે. ત્યારે આ વ્રતના આરાધક કેણ? ક્યા મુનિરાજે આ વ્રતના આરાધક બની શકશે? આ પ્રમાણે જબૂસ્વામીના પૂછવાથી સુધર્માસ્વામીએ કહ્યું કે ગૃહ પાસેથી ધર્મોપકરણે, ભેજન–પાણી, દવા વગેરે માંગી લાવેલા પદાર્થોને જે જે મુનિઓને જે જે વસ્તુઓ જોઈતી હોય તેના વિતરણ કરવામાં કુશળ હોય એટલે કે બધી વસ્તુઓને પિતાના કબાટમાં મૂકી ન દેતા તત્કાળ મુનિઓને આપી દેનાર સાધુ આ વ્રતને આરાધક બનવા પામે છે. બાળમુનિ, ગેચરી પાછું જવામાં અશક્ત મુનિ, વૃદ્ધ મુનિ, તપસ્વી મુનિ, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય તથા નવદીક્ષિતની પ્રશસ્તભાવે વૈયાવચ્ચ કરનાર હોય, ગચ્છ, સમુદાયરૂપ કુળ, સમુદાય, ચન્દ્રાદિક ગણ, તેમને સમુદાય, કટિકાદિ સંઘ તથા જિનેશ્વરદેવની પ્રતિમારૂપ ચૈત્ય આદિને આરાધક હય, તેમની સેવા-વૈયાવચ્ચ કરનાર હોય, કર્મનિર્જરાને અભિલાષી હાય તથા દશ પ્રકારે વૈયાવચ્ચ કરવામાં પણ કિર્તિ આદિને ઈચ્છુક ન હોય તથા જે ગૃહસ્થને મુનિઓ પ્રત્યે રાગ નથી, પ્રશસ્તભાવ નથી તેવાઓના ઘરેથી વસ્ત્ર, પાત્ર તથા ભિક્ષા આદિ પણ લેનાર ન હય, બીજા મુનિઓની અર્થાત્ સ્વસમુદાયના કે પર સમુદાયના, સ્વગચ્છના કે પરગચ્છના મુનિઓની નિંદા, ગહ કે તિરસ્કાર કરનાર ન હોય,