________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 561 પશુ, પક્ષીઓ, નપુંસકો ઉપરાંત ભેગી પુરૂષ કે સ્ત્રીઓ ન રહેતા હય, સાંસારિક વાતાવરણ મુદલ ન હોય, તેમજ તેમને સહવાસ પણ સતાવતે ન હોય, તેવા એકાંત સ્થાનમાં મુનિઓને રહેવાનું ફરમાન છે, જેથી દીક્ષા પહેલાના પિતાના બંગલાઓ, હવેલીઓ, પલંગે કે માતા, પિતા, ભાઈ, બહેન વગેરે પરિવાર પણ યાદ આવવા ન પામે તે ધીમે ધીમે પણ સાધક પિતાની વ્રત સાધનામાં આગળ વધી શકશે પેટમાં પડતું ગરિષ્ઠ ભેજન, સુષુપ્ત કામદેવને પણ ઉદીપ્ત કરવાની શક્તિ ધરાવતું હોવાથી, ગોચરી પાણીના સખ્તમાં સખ્ત કાયદાઓ દાખવતાં કહ્યું કે હે સાધક! જેનાથી તમારી સમિતિ-ગુપ્તિની વિરાધના થવા ન પામે, દાતાર ગૃહસ્થને પણ કોઈ જાતની આરંભાદિ ક્રિયા લાગવા ન પામે, મુનિએ પ્રત્યે દાતાને નફરત થવા ન પામે તે પ્રમાણે ગોચરી પાણીમાં વિવેક રાખે, તથા દેનાર–લેનાર બંનેને દોષ લાગે અથવા એકેન્દ્રિયાદિ જીવથી પંચેન્દ્રિય જીવ સુધીની હત્યા થાય કે ગોચરી વાપરતાં રતિ અને અરતિ થાય તે પ્રમાણે ગોચરી લાવવી નહિ, કરવી નહિ, અને બીજાઓ પાસે મંગાવવી નહિ. શરીર પ્રત્યેને સાતાગારવ ઓછો થવા પામે, કાયાની માયા ઘટવા લાગે તે રીતે જ વસ્ત્રોની અલપતા પ્રત્યે બેદરકાર રહીશ નહિ. કેમ કે દ્રવ્યપરિગ્રહ ભાવપરિગ્રહની વૃદ્ધિ કરાવ્યા વિના રહેતું નથી. માટે બાહ્ય અને આભ્યતર પરિગ્રહને કાળે નાગ સમજીને જેમ બને તેમ ઓછો કરવાને ભાવ રાખવે. કઈ પણ વસ્તુ પર માલિકી હક્ક રહેવા ન પામે તેની કાળજી રાખજે,