________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 559 બાળમુનિઓને કે કાચા મુનિઓને તેમના ગુરૂથી વિમુખ કરતે ન હોય તેવા મુનિરાજે આ ત્રીજા વ્રતના આરાધક બનવા પામે છે. આ વ્રતને દેવાધિદેવ મહાવીરસ્વામીએ પ્રરૂપ્યું છે. જે અનાદિકાળની ચોરી કરવાની આદતને છોડાવી દેવા માટે સમર્થ છે, જૈન પ્રવચન સ્વરૂપ છે, આત્માનું કલ્યાણ કરાવનાર છે, આવનારા ભવમાં શુભ ફળને આપનાર છે, વીતરાગ ભાષી હોવાથી ન્યાયથી અનપેત છે, સરળ ભાવને ઉત્પન્ન કરાવનાર છે, સર્વે ધર્મોમાં શ્રેષ્ઠ છે, જ્ઞાનાવરણીયાદિ કર્મોને નાશક છે, જેનું નામ અદત્તાદાન વિરમણ છે. ખેતરની રક્ષાને માટે કાંટાની વાડની, બંગલાની રક્ષાને માટે કિલાની, મોટરની રક્ષાને માટે ગેરેજની જેમ અત્યાવશ્યકતા અનિવાર્ય છે, તેવી રીતે સ્વીકારેલા વતની રક્ષા કરવા માટે ભાવનામય જીવન બનાવવું અત્યંત આવશ્યક છે. આનાથી આત્મામાં જાગૃતિ આવે છે, વ્રતની આરાધના સરળ બને છે. આ વ્રતની ભાવના પાંચ છે તે આ પ્રમાણે : (1) વિવિક્તવસતિવાસ –એટલે કે દેવકુળ, મહાજનને યોગ્ય સ્થાન, પાણી પીવાની પરબ, પરિવાજ કેને આશ્રમ, વૃની નીચે, માધવી લત્તાએથી શોભિત બગીચા, ગૃહસ્થોને માટે રમવાના સ્થાન, પર્વતની ગુફા, લેહાદિની ખાણ, કુડાર આદિની શાળા, ઉદ્યાન, રથાદિ રાખવાના સ્થાન, યજ્ઞાદિના સ્થાન શૂન્ય ઘર, સ્મશાન, પર્વતની તલાટી, દુકાન આદિના સ્થાને, જ્યાં ગેહું–ચણા આદિના બીજે, દુર્વા આદિની વનસ્પતિએ, અળસીયા આદિ ત્રસજી ન હોય, ગૃહસ્થાના