________________ 480 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (11) દયા - દયાને અહિંસાને પર્યાય કહેવાથી જ સમજાય છે કે, દયા આન્તરિક છે અને અહિંસા શારીરિક છે. દયા ધર્મ છે અને અહિંસા કિયા છે. જીવનમાં દયા હેય અને અહિંસા ન હોય. જેમકે દુકાનની સામે એક માણસને એકસીડન્ટ નડે છે અને તરફડે છે, તેને જોઈને મનમાં દયા આવે છે અને દુકાન પરથી ઉભા થઈ તેને હોસ્પીટલ લઈ જવાને વિચાર આવે, તે દયાદેવીને આભારી છે. પરંતુ જયારે ખબર પડે કે આ માણસ ઢેઢ છે, ચમાર છે, ત્યારે તે દયા-ધર્મ પર જાતિ અને કુળના મદને પડદે પડતા જ તેનો સ્પર્શ કે મેટરની સગવડ કરવા માટે તૈયારી ન હોય તે અહિંસાધર્મની રક્ષા શી રીતે થશે? મતલબ કે અહિંસા વિના દયા વાંઝણું જ રહેવા પામશે. દીન-દુઃખીઓના ઉદ્ધાર માટે ફંડ ફાળામાં પાંચ હજાર લખાવ્યા તે અહિંસા છે. જયારે બીજી તરફ વ્યાજ વટાવના રેજગારના પાપે 2-4 ગરીબના ઝુંપડાઓ લીલામ કરાવ્યા અને તેના બાળબચ્ચાઓને ઘરઘરના ભીખારી બનાવ્યા, આવી સ્થિતીમાં દયાદેવી ખેડખાપણવાળી વિકલાંગ બની જશે, તથા દયા વિનાની અહિંસા પણ વિચારકેને માટે મશ્કરી, ઢેગ સ્વાર્થ સાધવા પૂરતી સિદ્ધ થશે. દયા પણ નથી અને અહિંસા પણ નથી તે ત્રીજો ભાગે જાણે અને તે બંનેની વિદ્યમાનતા વ્રતધારી સિવાય બીજે કયાંય રહેવા પામતી નથી. (12) વિમુકિત-જૈન શાસનમાં ષટ્રસ્થાનક હાનિવૃદ્ધિને લઈને સંયમના અસંખ્યાત સ્થાને માન્ય છે. અહિંસા પણ