________________ 504 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માલિક બની શકે છે. જેના પ્રકાશમાં જીવન જરૂરીયાત બધીય ક્રિયાઓમાં સમિતત્વને પ્રવેશ સુલભ બનશે જે અહિંસક બનવાને મુખ્ય માર્ગ છે (39) શીલ ટીકાકારે શાલને અર્થ સમાધાન કર્યો છે. ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે ઘણા ભાગ્યશાળીએ પિતાની વાચાળતાથી બીજાઓનું સમાધાન કરવામાં આખી જીદગી વેડફી નાખે છે. પરિણામે તેમાંથી ઘણા છે સાથે વૈર-વિરોધ–અવિશ્વાસ અને અપમાન આદિ સહન કરવાના રહે છે, જે આર્તધ્યાનના જનક છે. આવી પરિસ્થિતિમાં ભાવદયાપૂર્વક શાસ્ત્રકાર આપણને સમજુતી આપે છે કે પારકાઓના સમાધાન માટે તારે જન્મ નથી, પરંતુ તું તારું સમાધાન મેળવ. એટલે કે ભૂતકાળમાં ઘણા ભામાં તારું સમાધાન કરવા જેટલું મતિજ્ઞાન તને મળેલું ન હોવાના કારણે તેમ થઈ શક્યું નથી. તે કારણે અત્યારે પણ જાગૃત થવાય અને દઢ મનોબળ કેળવી લેવાય તે સંસારમાં મારી રખડપટ્ટી શાથી? તેણે મારું અપમાન કેમ કર્યું? ઈત્યાદિ પ્રશ્નો દ્વારા પિતાનું સમાધાન સાધી શકાય છે, જે અહિંસકવૃત્તિ અને પ્રવૃત્તિથી સુલભ બને છે. માટે અહિંસા અને સમાધાન એક જ અર્થના વાચક શબ્દો છે. જે ભાગ્યશાળી અહિંસાની આરાધનામાં શ્રદ્ધા ધરાવે છે અને ખૂબ ચીવટથી તેનું પાલન કરે છે તે પિતાનું સમાધાન એટલે પિતાના આત્મામાં જ રમણ કરવા માટે સમર્થ બને છે. જ્યારે ભાંજગડીઓ, પંચાતીઓ માણસ હિંસક અને સ્વાથી