________________ 548 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કાચની અર્થ ઘટના યથાશ્ય કરવી જેમ કે " ગુણ સરળ અંગે કર્યા.” રાષભદેવ પ્રભુના શરીરનું વર્ણન આ સ્તવનમાં કરાયું છે. સમવાયાંગ સૂત્રમાં નિર્દિષ્ટ શારીરિક લક્ષણે ઝષભદેવમાં હતાં અર્થાત્ બધાય ગુણે અંગ અર્થાત્ શરીરમાં હતાં માટે અંગે કર્યા પાઠ જ ઠીક છે. “અંગી કર્યા પાઠ અસંગત છે. તેવી રીતે “ભાખે સાર વચન તે....” આ કાવ્યમાં સાર શબ્દથી કાવ્યાલંકારની સંગતિ ટકી શકશે, પણ “ભાએ ચાર વચન તે” આ ફેરફાર કર્ણ કટુતાને ઉભી કરશે. મરૂદેવી કે મરૂદેવા ઋષભદેવ પ્રભુની માતાનું નામ છે, તેને અપત્ય અર્થમાં પ્રત્યય લગાડવાથી “નવા અપડ્યું જુવાન મારા” એટલે મરૂદેવીને પુત્ર મારૂદેવ શબ્દને અર્થ બષભદેવ થાય છે, પરંતુ કોઈ મારૂદેવીને નંદ લાલ રે બેલે તે કેવું થશે? કેમકે મારૂદેવી ત્રાષભ પ્રભુની માતા નથી પણ બહેન છે અને યુગલિયા હોવાથી પત્ની છે. આ બધાય અનર્થોથી બચવાને માટે સૂત્રકારે સત્યભાષાનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે હે જખૂ! આ સત્યભાષા તીર્થકર પદિષ્ટ છે તથા પિતાના જીવનમાં સત્યને પ્રત્યક્ષ ચમત્કાર સજેલે છે તેથી મુનિરાજેને પણ તેને આગ્રહ રાખવે હિતાવહ છે. પરંતુ અસત્ય સાંભળનારને કઠેર કે કટુ લાગે તેવું ભાષણ કે લખાણ ન કરે, પ્રવચન પણ ન કરે પણ સમજદારીપૂર્વક આત્માનું હિત સધાય, જન્માન્તરમાં લાભ થાય તેવું શુદ્ધ, સ્પષ્ટ, નીતિન્યાયયુક્ત, સરળ, શ્રેષ્ઠ વચન બેલે જેથી સર્વે પાપનું દુઃખનું ઉપશમન થાય.”