________________ 554 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ત્રીજુ સંવર દ્વારઃ બીજા અધ્યાયમાં મૃષાવાદ વિરમણ રૂપ બીજે સત્ય નામે સંવર કહ્યો છે. જે અદત્તાદાન વિરમણ વિના શક્ય નથી, માટે ક્રમ પ્રાપ્ત અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજું સંવર દ્વાર કહેવાય છે. શેભનીય વ્રતન ધારક શ્રી જખ્ખસ્વામીને આર્ય સુધર્માસ્વામી ફરમાવે છે કે જેમાં દાતા દ્વારા દીધેલું અન્નપાન અને અનુજ્ઞાત એટલે પાટ-પાટલા આદિની અનુજ્ઞા દેવામાં આવે, તે દત્તાનુજ્ઞાન નામે ત્રીજુ સંવર દ્વારા કહેવાય છે, જે લીધેલા સમસ્ત વ્રતની આરાધનામાં ઉપકારક હેવાથી ગુણ વ્રત પણ કહેવાય છે. અનાદિકાળથી પ્રવાહબદ્ધ પારકાની ચેરી કરવાની આદત જીવને પડેલી હોવાથી પ્રચ્છન્નપણે કે પ્રગટપણે પણ પર દ્રવ્યાદિને ચેરવાની ભાવના થયા વિના રહેતી નથી. પરંતુ સમ્યજ્ઞાનના પ્રકાશમાં જીવાત્માને પ્રવેશ જ્યારે થાય છે, ત્યારે વિરતિધર્મના માધ્યમથી ચૌર્યકર્મને ત્યાગ સુલભ બને છે. પરદ્રવ્યાદિની અપરિમિત તથા દુખેથી ક્ષય પામે તેવી તૃષ્ણથી વ્યાપ્ત માનવના કલુષિત મન-વચન તથા હાથ પગને મર્યાદામાં લાવનાર આ સંવર છે. આની સભ્ય આરાધનાથી જ માનવની ચેરી કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ મર્યાદામાં આવે છે. સમાજ તથા રાજભયથી પણ હાથપગમાં સંયમ લાવી શકાશે. પરંતુ આશા-તૃષ્ણા અને પરદ્રવ્ય પ્રત્યેની મહેરછા જે આત્મા અને મન સાથે સંબંધિત છે તેને વશ કરવા માટે તે અદત્તાદાન વિરમણ નામના સંવરધર્મ સિવાય બીજા કોઈને પણ ગજ વાગે તેમ નથી.