________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 555 મતલબ કે ચોર્ય કર્મને મર્યાદિત, સંયમિત કે સર્વથા ત્યાગી દેવા માટે વ્રતની મર્યાદા અર્થાત સમ્યકજ્ઞાનપૂર્વક વ્રતને સ્વીકાર કરે સીધે, સાદા અને નિર્વિન પવિત્ર માર્ગ છે. બાહ્ય તથા આભ્યતર પરિગ્રહની ગ્રંથિઓને તેડાવી દેનાર આ વ્રતને નિગ્રંથધર્મ કહ્યો છે. આનાથી મૃષાવાદ અને પ્રાણાતિપાતનું વિરમણ શક્ય અને સફળ બનશે તથા ચેરી કરવાની આદત મર્યાદામાં આવતાં પરિગ્રહ તથા તેના સહચર મૈથુન પાપ પણ મર્યાદિત બનશે. માટે જ અદત્તાદાન વિરમણ સવે ધર્મોમાં શ્રેષ્ઠતમ ધર્મ છે. આ કારણે જ અરિહંત પરમાત્માઓએ પણ તેને ઉપાદેય કહ્યો છે. સર્વે પાપના દ્વાર બંધ કરાવનાર છે. આરાધકને નિર્ભય બનાવે છે. લેભા રાક્ષસ કન્ટ્રોલમાં આવે છે તથા તીર્થકરે, વાસુદે, ચક્રવર્તીએ તથા સુવિહિત મુનિરાજેએ તેને માન્ય કર્યો છે. તપસ્વીઓને માટે સર્વથા ધર્માચરણ છે. ઈત્યાદિ કારણથી ગામ - નગર, આકર - નિગમ, ખેટ-કર્બટ, મડંબ-આશ્રમ આદિ સ્થાનમાં રહેલ મણી, મોતી, શિલા, પ્રવાલ, કાંસ્ય, વસ્ત્ર, સુવર્ણ, રજત અને રત્ન કેઈના પડી ગયા હોય, માલિક ભૂલી ગયા હોય, તેમને શોધવા છતાં ન મળ્યા હોય, તેને વ્રતધારી ઉપાડે નહિ તેમજ બીજા પાસે ઉપડાવે નહિ કેમ કે વ્રતધારી મુનિરાજે તેના ત્યાગી હોવાથી માટી અને સુવર્ણમાં એકબુદ્ધિ એટલે સમાનભાવવાળા છે. તેથી ખળામાંખેતરમાં-વનમાં રહેલ ગમે તે દ્રવ્ય હોય; પછી તે પુષ્પ, ફળ, છાલ, કુંપલ, સુરણ, તૃણ, કાછ કે કાંકરા હોય, થોડા કે ઘણું હોય, નાના કે મોટા હેય, માલિકને પૂછયા વિના