________________ પ૩૮ શક શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જીવરહિત નથી. તેથી વસ્તુ માત્ર સૂતી વખતે જીવ ન દેખાય પણ અનજાનમાં કોઈ જીવ ચગદાઈ ગયે તે? ઉતાવળમાં પુસ્તકના પાનાને બંધ કરતાં વચ્ચે માખી, મચ્છર દબાઈ ગયા તે? ઈત્યાદિ કારણોને લઈ આ પાંચમી ભાવનામાં પાટ, પાટલા, શયા, વસ્ત્ર, પાત્રા, તાપણી, ઝોળી, પળા, પુસ્તક, ટેબલ, ડાંડે, ડડાસન, ઘ, ચલપટ્ટો આદિ ઉપધિને પવન, ગરમી, બિમારીથી થતાં આધ્યાનથી બચવા માટે રાખવી પડે. માટે તેને લેતી વખતે કે મૂકતી વખતે તે સ્થાનનું પડિ. લેહણ કરવું, બેસવા-ઉઠવામાં એવાથી જમીન પુંજવી, ગુરૂને વંદન કરતી વખતે મુહપત્તિનું પડિલેહણ કરી તેનાથી શરીર પુજવું પછી વંદનાદિ ક્રિયાઓ કરવી જોઈએ. મતલબ કે પ્રમાર્જન-પડિલેહણ કર્યા વિના કઈ પણ વસ્તુને ઉપયોગમાં લેવી નહિ. આ પ્રમાણેની પાંચ ભાવનાઓથી અહિંસા નામના પ્રથમ સંવરધર્મની આરાધના કરતે તે મુનિ આશ્રવરહિત, કુલેશરહિત, પાપરહિત બનીને સંસારને ટૂંક કરવાવાળા થશે અથવા કર્મોની સંપૂર્ણ નિર્જરા કરીને સિદ્ધશિલાને વાસી બનશે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરસ્વામીએ ઉપર પ્રમાણે સંવરધર્મ કહ્યો છે. પ્રથમ સંવરદ્વાર પૂર્ણ