________________ ઝાં પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 545 કલ્યાણાથીઓએ છેડ દેવી જોઈએ તથા પિતાનું અહં ષિાય, રોષ વધે, પિઠ્ઠાઈ વધે તેવી ભાષા પણ ન બલવી. એલનાર તથા સાંભળનારને શરમ લાગે અથવા બીજાઓની શરમ તુટે, સામેવાળા આપણી નિંદા કરે કે સામે ઘૂરકે, જેમ કે “મુનિરાજથી આવી ભાષા, આવી ગાળે, આવા અસભ્ય વચને બેલાતા હશે ?" આવી ભાષાને મહાવ્રતધારીઓએ છેડી દેવી. બીજાના કે બેલનારના દુશ્મનના પણ દિ, મમેં ઉઘાડા પડે તેવી ભાષા ન બોલવી. અસ્પષ્ટ, અજ્ઞાત કે પોતાની પ્રશંસા અને બીજાની નિંદા થાય તેવી ભાષા પણ છોડી દેવી. જેમ કે “તમે મેધાવી નથી, ધન્યવાદને લાયક નથી, ધર્મને છાંટો પણ તમારી પાસે નથી, ખાનદાની પણ તમારામાં દેખાતી નથી, દાનેશ્વરીપણું પણ તમારામાં નથી, કાયર છે, દેખાવમાં પણ તમે સારા નથી, સૌભાગ્યત્વ પણ તમને મળ્યું નથી, પંડિતાઈથી હજાશે માઈલ દૂર છે, બહુશ્રુત નથી, તપસવી નથી, પરલોકને બગાડવાવાળા છે, જેને શાસનની શ્રદ્ધા વિનાના છે, તમારૂં ખાનદાન સારૂં નથી, તમે કેઢિયા જેવા છે, ગંદા છે, રેગિષ્ટ છે.” ઉપર પ્રમાણે એલીને બીજાઓને ક્યારેય પણ નિંદવા નહિ જોઈએ. નિંદા, હીલના, અપમાન કે તિરસ્કાર પણ ન કરવા. યદ્યપિ કંઈક અંશે સત્યપણું દેખાતું હોય તે પણ બીજાને દુઃખદાયી બનવા પામે તેવી ભાષા મુનિઓએ ન ઓલવી. ત્યારે વ્રતધારીઓ કેવી ભાષા બોલે?