________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 539 બીજું સંવરદ્વાર : પાંચ સંવરમાં અહિંસાસંવરનું વિવરણ કર્યા પછી ક્રમાગત બીજા સંવરની વ્યાખ્યા કરવામાં આવે છે. કેમ કે પ્રાયઃ કરીને મૃષાવાદપૂર્વકના વચનેને ત્યાગી જ અહિંસાધર્મની આરાધના કરી શકે છે. માટે અહિંસક બનવાવાળા ભાગ્યશાળીએ સત્યધર્મ સ્વીકાર કરવું જ જોઈએ. સત્ય શું છે? તેનું સ્વરૂપ શું છે? તે જણાવવા માટે સૂત્રકાર ફરમાવે છે કે, હે જબ્બ! સમવસરણમાં બિરાજમાન દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ સત્યનું સ્વરૂપ જે રૂપે કહ્યું છે તે હું તને કહીશ. (1) સત્યવચન –માનવીય ગુણેના ધારક, પાપભીરુતા પ્રાપ્ત સજજન પુરૂષને જે હિતકારક હય, સદ્ગુણને જેમાં અ૫લાપ ન હોય તથા યથાસ્થિત પદાર્થોને વિપરીત પ્રકારે કહેવામાં ન આવે તેને સત્યવચન કહેવાય છે. અથવા હિંસકજૂઠા અને દુરાચારી માને છેડી જે સપુરૂષે છે, તેમની જીભથી બેલાતું વચન સત્યવચન છે. અથવા પરજીનું રક્ષણ કરનાર, તેમનું આત્મહિત કરનાર તથા કેઈને પણ ઉદ્વેગ, અશાન્ત, અપમાનિત, તિરસ્કૃત કે પીડિત કરનાર ન હોય તે સત્યવચન છે. (2) શુદ્ધ –સ્વપર દ્રોહાદિ દોષોથી રહિત ભાષા. શુદ્ધ ભાષા છે.