________________ 540 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર . (3) શુચિક જે ભાષામાં કોઈ જાતની અપવિત્રતા નથી હોતી તે શુચિક ભાષા છે. (4) શિવ -જે ભાષા વ્યવહારથી બેલનાર કે સાંભળનારને મોક્ષ તરફ પ્રસ્થાન કરવાની ઈચ્છા થાય તેને શિવભાષા કહેવાય છે. (5) સુજાતઃ–પવિત્રભાવથી બોલાયેલ વચન તે સુજાત છે. (6) સુભાષિત સાંભળનારને પ્રમોદ કરનારું વચન સુભાષિત છે. (7) સુકથિત –પક્ષપાત રહિત વચનને સુકથિત વચન કહે છે. (8) સુવ્રત:-સર્વ પ્રકારના વ્રતમાં અને નિયમમાં મુખ્ય વ્રત સત્ય હોવાથી તેને પુષ્ટ કરાવનારૂ વચન સુત્રતવચન છે. (9) સુદિઠું -અતીન્દ્રિય જ્ઞાનીઓએ સત્યવચનને મોક્ષપ્રાપક કહેલું હોવાથી તે સુદિ છે. (10) સુપ્રતિષ્ઠિત -અનુમાન, પ્રત્યક્ષ, પરાક્ષ અને આગમથી પણ પ્રમાણભૂત હેવાથી સુપ્રતિષ્ઠિત છે. (11) સુપ્રતિષ્ઠિત જસર-સત્યવાદી, સત્યવ્યવહારી અને સત્યવ્યાપારી ત્રણે માન લેકમાં યશસ્વી બનતા હેવાથી સુપ્રતિષ્ઠિત યશ કહેવાય છે.