________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ 541 આ ઉપરાંત સુસંયમિત વચન દેવેન્દ્રો અને નરેન્દ્રોથી પ્રશસિત છે ક્રિયાશીલ મુનિરાજેનું ધર્માચરણ છે. તપ અને નિયમોથી ગૃહીત છે. અર્થાત્ સત્યથી તપ અને નિયમ ફળીભૂત બને છેવિદ્યાધરોની આકાશગામિની વિદ્યાનું મૂળ કારણ છે, મેક્ષનું સેવાન છે. અર્થાત્ સત્યધર્મની આરાધના જ મોક્ષની આરાધના છે, મિથ્યાભાવ અને મિથ્યાત્વથી સર્વથા રહિત છે, સરળતાનું પ્રવર્તક છે, કૌટિલ્યથી દૂર છે, યથાર્થનું પ્રતિપાદક છે. પારમાર્થિક દૃષ્ટિએ સત્યવચન પરમ શુદ્ધ છે. સર્વે દ્રવ્યના યથાર્થ્યને પ્રકાશક છે. વિસંવાદ અને દુર્વાદથી દૂર છે. આત્મકલ્યાણને માટે મધુર છે, સાક્ષાત્ દેવ સ્વરૂપ જ છે. ઘણા સ્થળે મનુષ્યને આશ્ચર્ય પમાડનાર છે. જેમકે, સત્યના મીઠા ફળની પ્રાપ્તિ જ્યારે થાય છે, ત્યારે સૌ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. સમુદ્રમાં ડુબવાની અણી પર આવેલી નૌકાઓ પણ સત્યના પ્રભાવથી ઉગરી જાય છે. પાણીના ઉંડા વમળમાં ફસાયેલા માણસે સત્યથી ઉદ્ધરિત થાય છે, અગ્નિથી બચાવ થાય છે. ઉકળતા તેલમાં પણ બળતા નથી. લાલચોળ લેઢાના ગોળાને પણ સત્યવાદી હાથમાં પકડી લે છે તે પણ હાનિ થતી નથી. પર્વત પરથી પડતાં જ પણ અખંડિત રહેવા પામે છે. માનવસમૂહના ધક્કામુકાઓથી પડી ગયેલા વૃદ્ધો અને બીજાએ પણ બચી જાય છે. યુદ્ધમાં જય અપાવે છે. રણમેદાનમાં લાગેલા ઘા પણ રૂઝાય જાય છે. વધબંધન કે કારાવાસમાંથી સત્યના પ્રભાવે જ નિરાબાધ મુક્ત થાય છે. શત્રુઓની વચ્ચે પણ યશસ્વી બને છે. દેવે પણ