________________ 542 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સત્યવાદીનું સાન્નિધ્ય સ્વીકારે છે. આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં સત્ય નામના સંવરધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્યનું માહાભ્ય... ઉપર પ્રમાણેનું સત્ય નામનું બીજું મહાવ્રત ભૂતભવિષ્ય અને વર્તમાનકાળના તીર્થંકર પરમાત્માઓથી ઉપદિષ્ટ છે. જનપદસત્ય, સંમતસત્ય, સ્થાપના સત્ય, નમસત્ય, રૂપસત્ય, પ્રતીત્યસત્ય, વ્યવહાર સત્ય, ભાવસત્ય, યોગ સત્ય અને ઉપમા સત્યરૂપે દસ પ્રકારે સત્યને દસકાલિક આદિ ગ્રંથેથી જાણવું. 14 પૂર્વધરે એ સત્યવાદ પૂર્વરૂપે જાણ્યું છે. દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં ચરમસીમાએ પહોંચેલા મહર્ષિઓએ પણ સત્ય વચનને સિદ્ધાંતરૂપે સ્વીકાર્યું છે. ઈન્દ્રો તથા ચક્રવર્તીઓએ પિતાના આત્મિક પ્રજનમાં ઉપાદેયરૂપે માન્ય કર્યું છે. વૈમાનિક દેએ પિતાની સાધના માટે સત્યનું સેવન કર્યું છે. મંત્ર-ઔષધિ આદિ વિદ્યાઓની સાધનામાં મૌલિક કારણ સત્ય છે. આની આરાધનાથી મહાન અર્થોની પ્રાપ્તિ પણ સુલભ બને છે. ચારણ મુનિઓને આકાશગામિની વિદ્યા અને મુનિઓને વૈકિયાદિ લબ્ધિઓની પ્રાપ્તિ સત્યથી થાય છે. મનુષ્યને માટે વંદનીય, અસુરેને માટે પૂજનીય હેવાથી પ્રત્યેક ધર્માવલંબીઓએ પણ સત્યધર્મને સર્વશ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. ત્રણે લોકમાં સારભૂત છે. આવું સત્યવચન અક્ષોભ્ય હેવાથી સમુદ્રની જેમ ગંભીર છે, મેરૂ પર્વતની જેમ સ્થિર છે, ચંદ્રની જેમ શીતળ છે. માટે