________________ 502 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - (37) શિવઃ શિવ એટલે ઉપદ્રવરહિત જીવનની પ્રાપ્તિ. અહિંસાની આરાધના વિના શક્ય બનતી નથી. સંસારને કઈ પણ માનવ રેગ, શેક, દુઃખ, દારિદ્રય, સંતાપ, અપમાન, તિરસ્કાર, નિન્દા, કલેશ આદિ ઉપદ્રવને ઈચ્છ નથી. પરંતુ આપણે ન ઈચ્છીએ અને ઉપદ્રવથી મુક્ત થઈ જઈએ તેવું બનતું દેખાતું નથી, કેમ કે संसारात्मा सदा दुःखी व्याधिदुःखप्रपीडितः / મનોકુલારિત્રાત: -માળ શો મા ! અનાદિકાળના અનંત સંસારમાં પ્રતિસમયે બંધાયેલી મિહનીય તથા અશાતવેદનીય કર્મોની પરંપરા આત્માના પ્રતિપ્રદેશમાં ગાઢરૂપે બંધાયેલી હોવાથી તેને ઉદયકાળ પણ નિશ્ચિત છે. તેવી અવસ્થામાં તે તે કર્મો જ્યારે ઉદયમાં આવશે ત્યારે સંસારને કેઈ પણ માનવ મનથી–વચનથી કે કાયાથી અથવા ત્રણેથી પણ ઉપદ્રવ વિના રહી શકે તેમ નથી. આ કારણે જ જૈન સૂત્રકારોએ કહ્યું કે આગામી ભમાં દુઃખેની પરંપરા જોઈતી ન હોય તે ફરજીયાત કે મરજીયાત અહિંસાધર્મની આરાધના કરવાની જ રહેશે. કેમ કે પૂર્વભવના અહિંસાના આરાધકે જ ચાલુ ભવમાં પ્રસન્નચિત્ત, દામ્પત્ય જીવનમાં શાંતિપૂર્વક હસતાં, હસાવતાં શ્વાસ લઈ રહ્યાં છે. તેમના જીવનમાં સમાધિ, આમાં પ્રસન્નતા, દિલ અને દિમાગમાં ગંભીરતા ઉપરાંત જગતના છના મિત્ર બનીને જીવી રહ્યાં છે, માટે જ સાચો શિવ અહિંસક છે.