________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 511 અત્યંત ક્રોધાવેશમાં આવીને ફેણ ચડાવેલ સર્ષને આપણે કહીએ કે “નાગરાજ' આ સામે ઉભેલા માણસે હાથમાં ડંડા લઈને તમને મારવા માટે ઉભા છે. તેથી આ ઘડામાં તમે પિતાની મેળે આવી જાઓ, હું તમને સર્વથા એકાન્ત અને નિર્ભય સ્થાને મૂકી દઈશ અને ભયને માર્યો સર્પ પિતાની મેળે જ ઘડામાં આવી જાય છે. ઈત્યાદિ પ્રસંગેથી જાણવાનું સરળ બને છે કે જીવમાત્ર મરવા માંગતા નથી. તે પછી કેઈને મારવાનો અધિકાર માણસને શા માટે હેઈ શકે? અને જે બીજાને મારશે તેને પણ વિના મતે મર્યા વિના છુટકે નથી. ભાવદયાના માલિક તીર્થંકર પરમાત્માઓના સમવસરણમાં સર્ષ–નેળીઓ, ઉંદર-બિલાડી, સિંહ મૃગ, કૂતરૂ અને બિલાડી તેમજ વાઘ અને ગાય પરસ્પર જાત વરવાળા હોવા છતાં વરમુક્ત બનીને પાસે પાસે જ બેસે છે. વનમાં ભયંકર આગ લાગ્યા પછી ભયગ્રસ્ત બનેલા પશુઓને પણ તેટલા સમય પૂરતું વૈર રહેતું નથી. કેમ કે સૌને મરણને ભય એકસમાન સતાવી રહ્યો હોય છે. આવી સ્થિતિમાં સર્વશ્રેષ્ઠ માનવાવતારને પામેલે જીવ જે હિંસકભાવને કેળવશે તે સૌ એકબીજાના શત્રુ બનીને Man Eats Manને સત્યાર્થ કરતાં સંસારને વેરઝેર વાળું બનાવવા પામીશું, જે પશુઓ કરતાં પણ નફાવટ જીવન છે. આનાથી વિપરીત અહિંસક માણસ સૌને માટે વિશ્વસનીય બનતું હોવાથી તેને જોઈ ભસતાં કુતરા પણ શાંત થાય છે, કબૂતરે પણ ઉડતાં નથી, બળદે પણ લાત મારતાં નથી. કેમ કે અહિંસકવૃત્તિ (જીવન) જ સૌના અણું અણુમાં વિશ્વાસ ભાવને ઉત્પન્ન કરે છે.