________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પર જનમનરંજનની અમુક ચાલાકીએ તે હાથ અને જીભની ચાલાકીથી મેળવી શકાય છે, જે કેવળ તેના માલિકોને પેટ ભરાવા સિવાય વધારે કંઈ પણ આપી શકે તેમ નથી. જ્યારે સંસારની અને વિષયવાસનાની માયાને મન-વચન અને કાયાથી ત્યાગી લીધા પછી ભગવતીઅહિંસાની આરાધના યદિ થાય તે આત્મિક જીવનમાં અભૂતપૂર્વ, અદષ્ટપૂર્વ અને ઘણું જીવનું કલ્યાણ કરાવી શકાય તેવી લબ્ધિઓની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. તેમ છતાં તે પરમ પવિત્ર મુનિરાજે ક્યાંય અને ક્યારેય પણ તેને દુરૂપયોગ કરતાં નથી, ગર્વિષ્ઠ થતાં નથી, હિંસકમાર્ગ તરફ જતા નથી. પ્રત્યુત ઉત્તરોત્તર આભન્નતિ તરફ તેમનું પ્રસ્થાન આગળ વધે છે. આટલું તે સૌ કઈ પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યાં છે કે, સંસારવતી અને ગૃહસ્થાશ્રમની માયામાં રચ્યા પચ્ચે, અઢળક શ્રીમંતાઈ કે સત્તાને માલિક હેવા છતાં પણ ગામમાં, નગરમાં, જંગલમાં, ઉદ્યાનમાં, સ્મશાનમાં, કાર્યોત્સર્ગ, જાપ આદિ દ્વારા સંયમારાધન કરનારા સાધુ સંતના ચરણે માથું મૂકીને નમન કરે છે. કેટલાકે તેમના ચરણને આંખે લગાડે છે, ત્યારે કેટલાકે તે મુનિઓનું ઘૂંક પણ પિતાના શરીર પર પડે, કે તેમના આશીર્વાદપૂર્વકને વાસક્ષેપ કે તેમને વરદ હાથ પોતાના મસ્તક પર પડે તેવી શ્રદ્ધાવાળા હેવાથી સન્માનપૂર્વક તેમ કરીને પિતાને ધન્ય માને છે. કેમ કે તેમની તેવી શ્રદ્ધા હોય છે કે, અમારા કરતાં મુનિરાજે લાખે વાર ચડિયાતા છે, શ્રેષ્ઠ છે, વંદનીય છે અને પૂજનીય છે,