________________ પ૩૦ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છકાયના રક્ષણની પ્રતિજ્ઞાથી પતિત થવું પડે તેવી ભિક્ષા કે ભિક્ષાને વ્યવહાર સદંતર છેડી દેવું જોઈએ. તેમ ગૃહસ્થને દષ્ટિરાગ આદિની પ્રાપ્તિ થાય તેવા પ્રકારનું કર્તવ્ય કરવું મુનિરાજેને માટે ત્યાજ્ય છે. ગૃહસ્થની પ્રશંસા, સત્કાર આદિના પ્રયોગથી મુનિ જુદે રહે, મતલબ કે નવકેટ શુદ્ધ આહારની ગવૈષણા કરતે મુનિ સંયમ સ્થાનેમાં આગળ વધે છે. અહિંસા ધર્મને દઢ કરવા માટે પાંચ ભાવનાઓ - પૈસા ખર્ચીને બજારમાંથી લાવેલા શાક, ભાજીપાલા કે બીજી કઈ પણ ખાદ્ય સામગ્રીને સંસ્કારની આવશ્યકતા રહેલી છે. કેમ કે તે વિના રઈમાં સ્વાદિષ્ટતા આવતી નથી. સંસ્કારને અર્થ છે કે શાકાદિમાંથી ન ખવાય તેવી નસે, ડીંટાઓને ચપુવડે કાપીને ત્યાગ કરે અને ઘી, મરચું, હિંગ, જીરા આદિ ઘટક દ્રવ્યની ભાવના આપવી, જેથી તે શાકભાજી કે ફળ ખાવા માટે લાયકાતવાળા બનવા પામશે અને ખાનારને તુષ્ટપુષ્ટ કરશે. તેવી રીતે અનાદિ કાળથી કર્મોની માયાના કારણે અધાર્મિક, માયાવી, હિંસક બનેલા આત્માને પણ ભાવનાની આવશ્યક્તા રહેલી છે. વૈદ્યક શાસ્ત્રમાં પણ લેહ, સુવર્ણ, આદિ ધાતુઓને અમુક પ્રકારની ઔષધિઓની ભાવના દીધા પછી જ તે લેહભસ્મ, સુવર્ણ ભસ્મ, પારદભસ્મ, હીરાભસ્મ, બંગભસ્મ આદિ બનવા પામે છે. મતલબ કે ભાવનાના સમયે ધાતુઓમાં રહેલું ગંદુ તત્વ, મારક તત્વ નીકળી જાય છે અને સારતા રહેવા પામે છે. માટે ખાનારને જીવિતદાન