________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 531 દેનારી બને છે. મતલબ કે ભાવના વિનાના આત્મીય જીવનમાં પડેલા કુસંસ્કારો, પાપ સંસ્કારે તથા ગંદી ચેષ્ટાઓ ક્યારેય પણ મર્યાદામાં આવી શકતી નથી. માટે દેવ ગુરૂ અને સંઘ સમક્ષ સ્વીકારેલ અહિંસા વ્રતને પાળવાને માટે આત્માના પ્રદેશ સાથે ઓતપ્રત કરવા માટે ભાવના બળ કેળવ્યા વિના એકેય સાધકને ચાલી શકે તેમ નથી. સૂત્રકાર સુધર્માસ્વામીજીએ અહિંસા ધર્મની રક્ષા માટે પાંચ ભાવનાઓને આ પ્રમાણે કહી છે, તેને ક્રમશઃ જાણવા પ્રયાસ કરીએ. (1) ઈય સમિતિ.... આનાથી દેવ-ગુરૂ અને સંઘની સાક્ષીએ લીધેલું પ્રાણાતિપાત નામનું પહેલું વ્રત સુરક્ષિત રહેવા પામે છે. અનાદિ કાળથી જીવ માત્રને પ્રાણાતિપાત, જીવહત્યા કરવાની પડેલી આદતને સદંતર રેકી લેવા માટે સાધકે ચાલવા-ફરવાં– બેસવા-ઉઠવા, ખાવા-પીવામાં સ્થાવર કે ત્રસ જીવેનું હનન, મારણ, તાડન, ઘાતન–પીડન, રીબામણ વગેરે થવા ન પામે, તેવી રીતે શરીરનું સંચાલન કરવું તેને ઈસમિતિ કહેવાય છે. ચાલવા આદિમાં જે સ્થળે ચાલકને પગ પડે ત્યાંથી સામેની સાડા ત્રણ હાથની જમીનથી અતિરિક્ત બીજી બધીય દિશા એનું અવલોકન, સમ્યગુજ્ઞાન પૂર્વક છેડી દેવું તથા તેટલી મર્યાદામાં લટ, શંખ, કીડા, પતંગીયા, કીડી, ઉધઈ, લીલકુલ, ઉપરાંત પુષ્પ, ફળ, છાલ, કંપળ, પાંદડા, કંદમૂળ, ધાન્યના દાણું, પાછું વગેરે પર દ્રવ્ય અને ભાવ દયાનો ઉપયોગ કરી