________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ૩૫ ચિંતવન કરીશ નહિ. કેમકે અશુભ વિચાર દુર્ગતિદાયક છે, દારૂણ વિચાર સામેવાળાને તત્ર દુઃખ દેનાર છે, નૃશંસભાવથી પિતાના આત્માને જ ઘાત થાય છે, વધ–કેઈને મરવું પડે, બીજાને બંધાઈ જવું પડે ઈત્યાદિ પારકાના માટેના પાપ વિચારે તેમજ તારે આત્મા વજનદાર થાય તેવા સંક૯પને છેડી દેવા માટે સ્વાધ્યાય, જાપ, ધ્યાન, ગુરૂકુળવાસ અને પઠન-પાઠનમાં મનને જોડી દેવાથી અહિંસાધર્મની આરાધના સફળ બનશે. (3) ભાષાસમિતિ અહિંસાધર્મની આરાધના માટે આ ત્રીજી ભાવના છે. મનને સ્વાધીન કર્યા પછી પણ ભાષાવર્ગણાના પુદ્ગલેને ઉપગ પરપીડા માટે, સ્વઘાત માટે, વૈર-વિરોધની વૃદ્ધિ માટે તથા બીજા કેઈ પણ જીવને હિંસા, જૂઠ કે દુરાચારના માર્ગે લઈ જવામાં કરીશ નહિ. કેમકે જીભઈન્દ્રિયને પાપમાગે જવામાં અનાદિકાળની કુટેવ પડેલી છે. માટે તેને અવરોધ કર, તથા આગળ કહેવાશે તેવા ભાષાપ્રયાગને સદંતર છોડી દે જોઈએ. (4) એષણસમિતિ -અહિંસાવ્રતની સર્વથા નિરતિચાર આરાધના માટે અને ખાસ કરી પંચમહાવ્રતધારી મુનિરાજેને માટે આહારની ગવૈષણા કેવી રીતે કરવી? તેના માટે આ ચેથી ભાવના છે. યદ્યપિ મહાવ્રત વિનાના માનને માટે લેકૅષણ, ભેગેષણું અને વિતષણરૂપે ત્રણ એષણા કહેલી છે, પણ તેના મૂળમાં પ્રાયઃ કરી અર્થ અને કામની