________________ પર શા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તેમ માનીને તેમની સેવા, વૈયાવચ્ચ અને હાથ, પગ દબાવીને પણ સંતોષ માને છે. લબ્ધિઓ કેટલી અને કેવી હોય છે? હવે આપણે લબ્ધિઓને શાસ્ત્રાનુસારે જાણવા પ્રયાસ કરીએ જેની પ્રાપ્તિ ઉત્કૃષ્ટતમ અહિંસાધર્મની આરાધનાને આભારી છે. કેમ કે અહિંસકને સંસારના સર્વે પદાર્થો પ્રતિ નિર્મમત્વભાવ વર્તતે હેવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થયેલી હોય છે. જેના લીધે મન-વચન અને કાયાની એકાગ્રતા સધાય છે. અને સર્વે સંપત્તિ એકાગ્રતાને આભારી હોવાથી લબ્ધિઓ સુલભ બને છે. (1) સામાસfહું રવિ આમશને અર્થ સ્પર્શ છે, જે કેટલાક પ્રસંગમાં ઔષધિની ગરજ સારે છે. તેની પ્રાપ્તિમાં ભૌતિકવાદ, મંત્રવાદ, તંત્રવાદ, સ્મશાન જાગરણ કે બીજી એકેય ક્રિયાઓ કામે આવતી નથી. પરંતુ સાત્વિક્તમ તપશ્ચર્યા રૂપ ચારિત્રધર્મની નિર્વાજ, નિષ્ણ અને નિર્મમ આરાધના જ મૌલિક કારણ છે. આવા તપસ્વી મુનિરાજોના હાથમાં તેવા પ્રકારની લબ્ધિ વિશેષ પ્રાપ્ત થાય છે, જેને આધિ-વ્યાધિ-રેગ અને સંતાપગ્રસ્ત માનવના શરીરને સ્પર્શ થતાં જ વ્યાધિઓને અંત આવે છે. આ કારણે જ શ્રીમંતે, સત્તાધારીઓથી લઈ ગરીબ સુધીના માનવે પણ સાધુ સંતને હાથ પોતાના માથા પર મૂકાવવાને ભાવ રાખે છે. કેવળ નાની ઉંમરની બાલિકાઓથી લઈને વૃદ્ધા