________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 509 કરવા પડે છે અને દુર્ગતિ ભાગ્યમાં રહે છે. આવી સ્થિતિમાં જૈન શાસન ભાવદયાપૂર્વક કહે છે કે, જીવનને અણુ અણુમાં જેમ જેમ અહિંસાધર્મની આરાધના થતી જશે, તેમ તેમ આત્માના દ્રવ્ય અને ભાવપરિણામે પણ ઉન્નત બનતાં જશે. જે અત્યાર સુધીના એકેય ભવમાં તેની પ્રાપ્તિ સુલભ બનવા પામી નથી. માટે જ ઉછૂટ્ય અહિંસાને સાર્થક પર્યાય બને છે અને ઉન્નતિ કદાચ કેવળજ્ઞાનનું પણ કારણ બની શકશે. જ્યારે પુણ્યદયથી મેળવેલા પદાર્થો આંખ બંધ થયા પછી કેઈની સાથે ગયા નથી, જે આપણે સગી આંખે જોઈ રહ્યાં છીએ. રામલીલાના ખેલાડીઓની જેમ આપણે આત્મા આ ભવની માયાને અનિચ્છાએ પણ છોડશે અને બીજા ભવ માટેની માયાને નવેસરથી મેળવશે, ભગવશે. આ રીતે “ઘટ કુટ્યા પ્રભાતમ " ની જેમ આપણી દશા થઈ છે. માટે શરીરરૂપી ભાડાના મકાનમાં બિરાજમાન આત્માની ઉન્નતિ અને શુદ્ધિ થાય તેવા કાર્યો કરવા. આનાથી રૂડો માર્ગ બીજે ક્યો? (46) યજ્ઞ –દેવપૂજા કરવાના અર્થમાં “યજધાતુથી યજ્ઞ શબ્દ બને છે. દ્રવ્ય અને ભાવરૂપે પૂજાના બે પ્રકાર છે. તેમાંથી સંવરધર્મને અધિકાર હોવાથી ટીકાકારે પણ માવત: જૂના” એટલે કે યજ્ઞથી ભાવપૂજાને અર્થે સ્વીકાર્યો છે. અહિંસક માણસના જીવનમાંથી ચાંચલ્ય-વિકૃતિ-સ્વભાવની દુષ્ટતા, બોલવાની વકતા આદિ પાપ તત્વોએ વિદાય લીધેલી હોવાથી તેમનું મન સંપૂર્ણ અહિંસાના અવતાર, દેવાધિદેવ, પરમાત્માના ચરણમાં એકતાન બનેલું હોવાથી પિતાની અહિંસાને પણ શુદ્ધ બનાવશે.