________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 119 દેવ વિકૃવિંત સમવસરણમાં બિરાજમાન થઈને અહિંસાનું સ્વરૂપ અને તેને પ્રગ બતાવે છે. ફળસ્વરૂપે અનેક જીવાત્માઓ તેની આરાધના કરી પિતાનું મૂળ સ્વરૂપે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. (2) ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનની વિશિષ્ટતાને પ્રાપ્ત કરેલા મુનિરાજોએ અહિંસાને ભેદે અને પ્રભેદોથી જાણે છે અને આરાધી છે. ઈન્દ્રિયેથી સર્વથા નિરપેક્ષ હોવાથી આ જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. અહિંસાધર્મની ઉત્કૃષ્ટ આરાધનાના બળે જેમ જેમ ચારિત્રમાં શુદ્ધિ વધે છે, તેમ તેમ અવધિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ થતા આની પ્રાપ્તિ થાય છે, જે ગુણપ્રયિક છે, દેને તથા નારકને આ જ્ઞાન ભવપ્રત્યયિક હોય છે, જયારે ભાવદયાપૂર્વક અહિં સાના આરાધકને ઉત્કૃષ્ટથી ચાર ગતિએને જોઈ શકે, તથા છઘસ્થ તીર્થકરને ઉત્કૃષ્ટથી પરમાવધિ જ્ઞાન થાય છે, જે કેવળજ્ઞાનની પ્રાપ્તિની મર્યાદા સુધી સ્થિર રહે છે અને તેની પ્રાપ્તિ થતા જ અવધિ જ્ઞાનાવરણીયને સર્વથા ક્ષય થાય છે. આમાં આત્માની શુદ્ધિ જ મુખ્ય કારણ છે, જે ત્રિકરણગે અહિંસાની આરાધના પર અવલમ્બિત છે. (3) અનુમતિ અને વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનીઓ જેઓ ઉત્કૃષ્ટતમ યેગીઓ હવાથી કેવળજ્ઞાનની ભૂમિકાની મર્યાદામાં પ્રાયઃ કરી પહોંચી ચૂક્યા છે, તેઓએ પણ અહિંસાને જાણી છે અને આરાધી છે. અવધિજ્ઞાન જેટલી મર્યાદા પૂરતું થયું હોય તેટલા પ્રમાણમાં જ રૂપી પદાર્થોને જાણી શકે છે.