________________ 520 4 શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર જ્યારે મન ૫ર્યવજ્ઞાન મનુષ્યલકમાં રહેલા મનુષ્યને કેવળ મનેભાવને જાણે છે. જુમતિને માલિક “અમુકે ઘટ ચિંત છે” એટલું જ જાણે છે. ત્યારે વિપુલમતિ ઘટના આકાર વિશેષને પણ જાણવા માટે સમર્થ બને છે અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવ્યા પછી નિવર્તિત થાય છે. માટે જુમતિથી વિપુલમતિ સ્પષ્ટ અને વિશેષગ્રાહી છે. આ જ્ઞાન સંયમધારી 14 પૂના જ્ઞાતાઓને હોય છે. જેઓ અહિંસાની આરાધના દ્વારા અપ્રમતભાવને પ્રાપ્ત થયા હોય છે. તપ, શિયળ, સમિતિ અને ગુપ્તની આરાધનાના મૂળમાં અહિંસાની આરાધને જ સમાયેલી હોવાથી આવા ઉત્કૃષ્ટતમ મહામુનિરાજેએ પણ પિતાના છાઘસ્થિક જ્ઞાનવડે અહિંસાને વરૂપથી તથા પ્રગથી જાણે છે અને જે પ્રમાણે જાણે છે તે પ્રમાણે જ આરાધી છે. (4) જેઓ ઉત્પાદ નામના પ્રથમ પૂર્વથી લઈને 14 પૂર્વેને પૂર્ણ અભ્યાસી હોય છે તેવા પૂર્વ ધરે, જેઓ ઉત્કૃષ્ટ સંયમધારી, અહિંસાની આરાધનામાં ત્રિકરણને એકાગ્ર થયેલા મહા મુનિરાજેએ પણ અહિંસાની સાધના સાર્વત્રિક કરેલી છે. કેવળજ્ઞાની મેરેમમાં પૂર્ણ અહિંસક છે જ્યારે પૂર્વધરને તેની આરાધનામાં પૂર્ણ સાવધાની રાખવાની છે. (5) વૈકિય લબ્ધિથી લઈને વિદ્યા લબ્ધિના માલિક બની ચૂકેલા મુનિરાજોએ અહિંસાની આરાધના દ્વારા અથવા અહિંસાની આરાધના સિવાય બીજા એકેય માર્ગથી પ્રાપ્ત ન થઈ શકે તેવી લબ્ધિઓને પ્રાપ્ત થયેલા હોય છે.